શહેરા, શહેરાના આંકડીયા તેમજ બોરીયા ગામના આજુબાજુ વિસ્તારમાં જંગલી ભૂંડો ખેતરમાં રહેલ ઘઉં સહિતના અન્ય પાકને નુકશાન કરતા હોવાથી ખેડૂતો ચિંતિત છે. ખેડૂતો રંગબેરંગી સાડીઓના સહારે ખેતી પાકને બચાવવાનો પ્રયત્ન કરી રહયા હતા.
શહેરા નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ આંકડીયા ગામ તેમજ બોરીયા ગામના આજુબાજુના વિસ્તારના ખેડૂતો જંગલી ભૂંડોના ત્રાસથી હેરાન પરેશાન છે. ખેડૂતોએ પોતાના ખેતરમાં રંગબેરંગી ભડકાઓ રંગની સાડીઓ ની વાડ બનાવીને પોતાના ખેતરનો પાક જંગલી ભૂંડોથી બચાવવાની કોશિશ કરતા નજરે પડી રહ્યા હતા જોકે જંગલી ભૂંડો ખેતી પાકને વધારે નુકશાન કરતા હોવાથી ન છૂટકે રાત્રિ દરમિયાન અમુક ખેડૂતો પોતાના ખેતરમાં ઝુપડી બનાવીને રહેતા હોય છે.જોકે જવાબદાર તંત્ર આ બાબતે કોઈ જ ગંભીરતા નહી લેતા હોવાથી જંગલી ભૂંડોનો ત્રાસ વધતા ખેડૂત કનુભાઈ બારીયા પાસેથી જાણવા મળેલ કે ખેતરમાં રંગબેરંગી સાડીની વાડ હોયતો જંગલી ભૂંડો એ ખેતર તરફ ઓછા આવે અને પાકને નુકસાન થતું બચી શકે એવું હોય છે. ખેડૂતો પોતાના ખેતરમાં મહેનત કરીને ખેતીમાં વધુ કમાણી થાય એવી આશા સાથે ખેતી કરતા હોય પરંતુ જંગલી ભૂંડો આ ખેતી પાકને નુકશાન કરતા ખેડૂતની ચહેરા પરની રોનક પણ છીનવાઈ જતી હોય છે. આ વિસ્તારના આજુબાજુમાં જંગલ વિસ્તાર આવેલ હોય એના કારણે જંગલી ભૂંડો ખોરાકની શોધમાં ખેડૂત ના ખેતર સુધી પહોંચી જતા હોય છે. ના છૂટકે ખેડૂતો ખેતરમાં રહેલ ખેતી પાકને બચાવવા માટે રંગબેરંગીની સાડીઓના સહારે ખેતી પાકને બચાવવાનો પ્રયત્ન કરતા હોય એવા દ્રશ્યો નજરે પડી રહ્યા હતા.જવાબદાર તંત્ર દ્વારા આ વિસ્તારના ખેડૂતોની મુલાકાત લઈને ઉપરોક્ત સમસ્યાને ધ્યાને લેવામાં આવે એવી અનેક ખેડૂતો આશા રાખી રહયા હતા.