શહેરાના મોર ઉડારા ગામે હેન્ડ પંપની મોટર અને ખેતરમાં પાણી મુકવાની અદાવતે કુહાડી મારી ઈજાઓ પહોંચાડતા ફરિયાદ

શહેરા, શહેરા તાલુકાના મોર ઉડારા ગામે હેન્ડ પં5ની મોટર તથા ખેતરમાં પાણી મુકવાની અદાવત રાખી આરોપીઓએ ગાળો આપી કુહાડી મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા ફરિયાદ નોંંધાઈ.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના મોર ઉડારા ગામે રહેતા ફુલાભાઈ દાનાભાઈ બારીયાના ધરે આરોપીઓ સંજય રમણભાઈ બારીયા, ગંગાબેન રમણભાઈ બારીયા આવીને અગાઉ હેન્ડપંપની મોટર તથા ખેતરમાં પાણી મુકવાની અદાવત રાખી ફરિયાદીને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી આરોપી સંજયભાઇ બારીયાએ કુહાડી મારી ગંભીર ઈજાઓ પહોંચાડી ગુન્હો કરતાં આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ.