
- શહેરા રામજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા અને ભગવાન શ્રીરામના ભક્તિમય ગીતો પર ઝુમી ઉઠ્યા.
- હિન્દુ વિસ્તારના તમામ બજારો બંધ રહેવા સાથે ભક્તિમય માહોલ.
- શહેરા અંબે માતાજીના મંદિર ખાતે મહા આરતી નો લહાવો મોટી સંખ્યામાં ભક્તો એ લિધ્યો.
શહેરા, શહેરામાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડના કાર્યાલય ખાતે ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને જય..જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
શહેરા સહીત સમગ્ર જીલ્લામાં અયોઘ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રામ ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહનો માહોલ જોવા મળી રહયો હતો. જ્યારે શહેરા ખાતે આવેલા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડના કાર્યાલય ખાતે ભાજપ અગ્રણી રણવીરસિંહ ચૌહાણ, મયુરભાઈ શાહ તેમજ નગર ભાજપ પ્રમુખ અંબાલાલ વાળંદ સહિત ભાજપ કાર્યકરો એકત્રિત થઈને જય જય શ્રી રામના નારા લગાવ્યા હતા. જ્યારે ફટાકડાના અને આતશબાજી કરતા દિવાળી જેવો માહોલ જોવા મળી રહયો હતો. 500વર્ષ બાદ અયોધ્યા ખાતે રામ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામ બિરાજમાન થતા સમગ્ર જીલ્લામાં ઉત્સવનો માહોલ છવાયો હતો. નગર અને તાલુકામાં આવેલાં મંદિરો સહિત ઠેર ઠેર અનેક ધાર્મિક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા હતા. સમગ્ર જીલ્લો રામમય બન્યો હતો.