શહેરાના ધારાસભ્ય અને નાફેડના ચેરમેન જેઠા ભરવાડની ફેસબુકની ફેક આઈ.ડી. બનાવાઈ હોવાનું સામે આવતા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ગુનો નોંધીને ફેસબુકની ફેક આઈ.ડી. બનાવનારને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરા ધારાસભ્ય અને વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ તેમજ નાફેડના ચેરમેન જેઠાભાઇ ભરવાડનું ગુજરાત રાજ્ય તેમજ અન્ય રાજ્યોમાં પણ એક મોટું નામ હોવા સાથે ભાજપ નેતા તરીકે પણ લોકો તેમને ઓળખતા હોય છે. જ્યારે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડની ફેસબુક ની ફેક આઈ.ડી કોઈ ઈસમ દ્વારા બનાવામાં આવી હોવાનું સામે આવતા પોલીસ સ્ટેશન ખાતે વત્સલ શાહ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઇન્ફર્મેશન ટેકનોલોજી સુધારા એક્ટ 2008ની કલમો હેઠળ ગુનો નોધી તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની ઓરીજનલ ફેસબુક આઈ.ડી નો કવર અને પ્રોફાઈલ ફોટો ની સેમ કોપી કરીને તેવી જ રીતે ખોટી ફેસબુક આઈ.ડી. પર અપલોડ કરીને ગેરકાયદેસર રીતે ઉપયોગ કરનાર સામે પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ ચૂકી હોય પરંતુ જેઠાભાઈ ભરવાડની છબી ખરાબ કરવાના ઇરાદે ખોટી ફેશબુક આઈ.ડી. બનાવામાં તો નહીં આવી હોય કે શું ? હાલ તો પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુત દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને તપાસના ચક્રો ગતિમાન કરવા સાથે ફેસબુક પાસેથી ખોટી આઇ.ડી. કોને બનાવી તેની સંપૂર્ણ વિગત મંગાવામાં આવશે, તેમજ આરોપી સુધી પોલીસ પહોંચી શકે તે દિશા તરફ પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની ફેસબુકની ફેક આઈ.ડી. બનાવામાં આવી હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા રાજકીય ક્ષેત્રે તેમજ તાલુકા પંથકમાં ભારે ચર્ચાનો મુદ્દો લોકોમાં બની જવા પામ્યો હોવા સાથે પોલીસ દ્વારા ખોટી ફેશબુક આઈ.ડી. બનાવનાર સુધી પોલીસ ક્યારે પહોંચી શકશે તેના પર સૌની મીટ મંડાઈ હતી.