શહેરા,
શહેરા ના ખોજલવાસા ગામ ના એક ખેડૂત ને પોતાના ખેતરમાં ગાંજા ની ખેતી કરવી ભારે પડી હતી. પોલીસે ખાનગી માહિતીના આધારે ખેડૂતના ખેતરમાં ઓચિંતી તપાસ કરતા ગાંજા ના છોડ મળી આવતા લીલા ગાંજા ની ગેરકાયદેસર ખેતી કરનાર ખેડૂત સામે કાર્યવાહી હાથધરી હતી.
શહેરા તાલુકા ના ખોજલવાસા ગામ ના સુથાર ફળિયા મા રહેતા ખેડૂત બકુલ બારીયા ને ગેરકાયદેસર લીલા ગાંજાની ખેતી કરવી ભારે પડી હતી. ખેડૂત તે વધારે કમાઈ લેવાની લાલચમાં પોતાના ખેતર મા ગાંજા ની ખેતી કરી હતી. જેની માહિતી સ્થાનિક પોલીસ ને મળતા જેને લઇને પોલીસ મથકના પી.આઇ એન.એમ.પ્રજાપતિ સહિતનો પોલીસ સ્ટાફ ખેડૂતના ખેતરમા પહોંચી જઈને ઓચિંતી તપાસ કરતા શાકભાજી ના છોડની વચ્ચે લીલા ગાંજા ના છોડ ત્રણ ફૂટ થી લઈને અગિયાર ફૂટ સુધીના ઉગાડેલા નજરે પડ્યા હતા. જ્યારે ઉત્પાદન થકી સારી આવક મેળવી દેવામાંથી બહાર નીકળવાના ખેડૂતના પ્રયત્નો ઉપર પોલીસે પાણી ફેરવી દીધુ હતુ.પોલીસે સ્થળ ખાતે વજન કાંટો મંગાવીને લીલા ગાંજા નુ વજન કરવામાં આવી રહયુ હતુ. ગેરકાયદેસર ગાંજાની ખેતી કરનાર ખેડૂત એ ગાંજા ના છોડના બીજ કોણે આપ્યા હતા.તેની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.ત્યારે આ બીજા અનેક શખ્સો ના નામો બહાર આવે શકે તેવી શક્યતા દેખાઈ રહી છે. જ્યારે પોલીસ પણ હવે આ ગામ સહિત આસપાસ ના ગામો મા ખેતર મા કોઈ ગાંજા ની ખેતી કરે છે કે નહિ તે દીશા મા ગુપ્ત રાહે તપાસ નો દોર શરૂ કરે તેવી શક્યતા રહેલી છે.