શહેરા માર્કેટયાર્ડની સામે કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રોડ ઉપર ઉભેલ ટ્રકની પાછળ ભરાઈ જતાં કારને મોટાપાયે નુક્શાન થયું હતું. જ્યારે કાર ચાલક સહિત બે વ્યક્તિઓનો આબાદ બચાવ હતો.
શહેરા-લુણાવાડા હાઈવે માર્ગ ઉપર સોમવારની મોડી રાત્રિએ માર્કેટ યાર્ડની સામે એક ટ્રક રોડની સાઈડમાં ઉભી હતી. તે સમય દરમ્યાન ત્યાંથી પસાર થતી વેન્યુ કારના ચાલકે સ્ટેરીંગનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં વેન્યુ કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતાની સાથે જ ઉભેલ ટ્રકની પાછળના ભાગે ધડાકાભેર ભટકાઈ હતી. જેને લઈને કારની આગળનો ભાગ ટ્રકની પાછળ ભરાઈ ગયો હતો. જોકે, કાર ચાલક સહિત અન્ય બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માતના બનાવમાં કારને મોટાપાયે નુક્શાન થવા પામ્યું હતું. હાઈવે માર્ગ ઉપર અકસ્માતના બનાવને પગલે વાહન ચાલકો સ્થળ પર ઉમટી પડવા સાથે પોલીસ પણ બનાવ સ્થળે દોડી આવી હતી. વડોદરા થી લુણાવાડા તરફ જઈ રહી રહેલી કારને શહેરા માર્કેટ યાર્ડ સામે અકસ્માત નડ્યો હતો,પરંતુ સર્જાયેલા અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.