શહેરા મામલતદાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ: માઈન્સના માલિકો પાસેથી દર મહિને નાણાં ઉધરાવી આપવાની સરપંચને સુચના !

  • અરજદાર દ્વારા કલેકટરને કરાયેલી ગંભીર રજુઆત.

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મામલતદાર દ્વારા ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. માઈન્સના માલિકો પાસેથી દર મહિને નાણાં ઉધરાવી આપવાની સરપંચને સુચના અપાઈ હોવાની અરજદાર દ્વારા કલેકટરને કરાયેલી ગંભીર રજુઆતને પગલે તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે.

શહેરા તાલુકાના વલ્લવપુરના ભગીરથસિંહ જયવિરસિંહ સોલંકીએ જિલ્લા કલેકટરને કરેલી લેખિત રજુઆતમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હાલમાં શહેરા તાલુકાના મામલતદાર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોઈ, જે બાબતે જનહિતમાં તેઓ સામે કાયદેસર પગલા ભરવા માંગ કરી છે. જેમાં શહેરા તાલુકાના વાડી ગામે આવેલ રે. સ.નં.884 ના ખાતેદાર માછી ગણપતભાઈ પાંચાભાઈ જેઓ વલ્લવપૂરના સરપંચ હોય, જે જમીન ખેતી હેડે ચાલતી હોય અને આ જમીન માલિક દ્વારા આ જમીન બિનખેતી હેડે દાખલ કરવા માટે ઓનલાઈન અરજી કરી હતી, અને તે માટે મામલતદાર શહેરાનાઓ પાસેથી તેમના ખાતા મારફ્તે અભિપ્રાય મંગાવવા માટે આ ફાઈલ મામલતદાર શહેરા નાઓ પાસે જતાં તેઓએ અરજદારને તેમના મોબાઇલ ફોન થકી વોટસએપ કોલીંગ કરી અરજદારને રૂબરૂ કચેરીએ મળવા માટેનું જણાવતાં અરજદાર મામલતદારને રૂબરૂ મળવા જતાં મામલતદાર એ અરજદાર પાસે બિનખેતીનો અભિપ્રાય આપવા માટે રૂા. 5,00,000 (પાંચ લાખ) ની માંગણી કરી હોવાનો આક્ષેપ રજૂઆતમાં કરવામાં આવ્યો હતો. અરજદારે આવી રકમ આપવાનો ઈન્કાર કરતાં મામલતદારે બિન ખેતીના કામે વિરોધાભાસી અભિપ્રાય આપી કામ થતુ ં અટકાવેલ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

ગ્રામ પંચાયત વલ્લવપુર ગામે ગ્રેનાઈટની માઈન્સ આવેલી છે. ત્યારે ત્યારે મામલતદાર દ્વારા સરપંચ વલ્લવપુર નાઓને વોટસએપ કોલીંગથી ચેમ્બરમાં બોલાવીને જણાવેલ કે તમારા ગામે જે ગ્રેનાઈટ માઈન્સ આવેલી છે, તે તમામ માઈન્સોના માલિકો પાસેથી દરેક મહીને નાણાં ઉઘરાવી મને આપવાના રહેશે. તેમ કહી ભષ્ટ્રાચાર કરવાની સુચના સરપંચને આપી છે.