
શહેરા તાલુકા સેવા સદન ખાતે શનિવારના રોજ રજા હોવા છતાં પુરવઠા શાખામાં રેશનકાર્ડ ધારકોની ઇ-કેવાયસીની કામગીરી કરવામાં આવી રહી હતી. રેશનકાર્ડ ધારકોની પુરવઠા શાખાની બહાર લાંબી લાઈનો લાગેલી જોવા મળવા સાથે ત્રણ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા ઇ- કેવાયસીની કામગીરી કરવામાં આવી રહી હોય તેમ છતાં લાંબી લાઈનો ટૂંકી થઇ રહી ન હતી. જ્યારે ગ્રામ પંચાયત કચેરી ખાતે ઇ-કેવાયસીની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ રેશનકાર્ડ ધારકો માંથી ઉઠી રહી હતી.
શહેરા તાલુકા સેવાસદન માં આવેલ મામલતદાર કચેરીના પુરવઠા શાખામાં શનિવારના રોજ રજા હોવા છતાં રેશનકાર્ડ ધારકોની ઇ-કેવાયસીની કામગીરી શરૂ હતી. અહી સવારથી લાંબી લાઈનો રેશનકાર્ડ ધારકોની જોવા મળવા સાથે નાયબ મામલતદાર રામાભાઇ તાવિયાડ દ્વારા ઝડપી કામગીરી થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા હતા. ત્રણ કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા રેશનકાર્ડ ધારકોની ઈ કેવાયસીની કામગીરી કરવામાં આવી રહી હોય તેમ છતાં આ પુરવઠા શાખાની બહાર રેશનકાર્ડ ધારકોની લાંબી લાઈનો લાગેલી દિવસ દરમિયાન જોવા મળી રહી હતી.
જોકે, તાલુકાના ગ્રામીણ વિસ્તારમાંથી બધુ ઘર કામકાજ છોડીને રેશનકાર્ડ ધારકો રેશનકાર્ડમાં જેટલા નામો હોય તેમને સાથે લઈને કચેરી ખાતે ઇ કેવાયસી કરવા માટે સવારના આવી જતા હોય અને નંબર જતો રહેશે એવી બીક ના લીધે લાઈન માંથી નીકળતા પણ ના હોય ત્યારે સંબંધિત તંત્ર દ્વારા ગ્રામ પંચાયત કચેરી ખાતે ઇ-કેવાયસીની કામગીરી શરૂ કરવામાં આવે જેથી ગ્રામીણ વિસ્તારના રેશનકાર્ડ ધારકોને તાલુકા મથક ખાતે ઇ-કેવાયસી કરવા માટે આવું પડે નહી, પુરવઠા શાખાની એક સારી કામગીરી રજાના દિવસે જોવા મળી રહી હોય ત્યારે રેશનકાર્ડ ધારકો પણ શાંતિથી લાઈનમાં બેસી જઈને પોતાના નંબરની રાહ દેખી રહ્યા હતા.
પુરવઠા શાખા ખાતે રેશનકાર્ડ ધારકો ની લાંબી લાઈનો લાગેલી જોવા મળતી હોય ત્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ગ્રામ પંચાયત કચેરી ખાતે સંબંધિત તંત્ર દ્વારા ઈ-કેવાયસીની કામગીરી વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી આશા રેશનકાર્ડ ધારકો રાખી રહ્યા હતા. પુરવઠા શાખા દ્વારા રેશનકાર્ડ પ્રમાણે 52.56 ટકા અને જન સંખ્યા પ્રમાણે 33.82 ટકા ઇ કેવાયસી ની કામગીરી કરવામાં આવી હતી. જીલ્લામાં પ્રથમ વખત આ ઈ કેવાયસીની કામગીરી કરવામાં આવી રહ્યો ત્યારે બોગસ લાભાર્થીઓ રદ થશે અને મળવાપાત્ર લાભાર્થીઓને લાભ મળી શકશે તો નવાઈ નહી.