શહેરા મંગલપુર ગામમાં વિકાસના કામો કરી નામના મેળવી હોય તેવા સરપંચ વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવતા ગ્રામજનો સરપંચની પડખે

શહેરા,
શહેરા તાલુકાના મંગલપુર ગામમાં રસ્તા સહિત અનેક વિકાસના કામો થતા જાગૃત ગ્રામજનો દ્વારા સરપંચ નું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે સરપંચની સારી કામગીરી હોવા છતાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગતા જાગૃત ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આગામી દિવસોમાં રજૂઆત કરવામાં આવનાર છે.

શહેરા તાલુકાના મંગલપુર ગામની વસ્તી 3500 ની આસપાસ હોવા સાથે ગામમાં સારી કામગીરીને લઈને ત્રણ ટર્મથી સરપંચની ચૂંટણીમાં ભૂપતસિંહ પટેલની જીત થતી હોય છે. આ ગામના સરપંચ ભૂપતસિંહ પટેલ દ્વારા ગામના અનેક વિસ્તારોમાં અવર જવર ના રસ્તાઓ, પાણીની સુવિધા સહિત અનેક વિકાસના કામો કરવામાં આવતા ગ્રામજનો પણ તેમની આવી કામગીરી થી ખુશ હતા. જયારે આ ગામના સરપંચ ભૂપતસિંહ પર ભ્રષ્ટાચારના આક્ષેપો લાગતા જાગૃત ગ્રામજનો સરપંચ ના ઘર પાસે આવેલા મંદિર ખાતે એકત્રિત થઈને સરપંચ ભૂપત સિંહ પટેલની સારી કામગીરીને લઈને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ગામની મહિલા કંકુબેનએ સરપંચની કામગીરી સારી છે અને તેમના દ્વારા રસ્તાઓ અને પાણીની સારી સુવિધા ગામમાં છે. ભ્રષ્ટાચાર સરપંચ દ્વારા કરવામાં આવ્યો નથી. જેથી મોટી સંખ્યામાં ગ્રામજનો તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવાના છીએ સાથે ધારાસભ્યને પણ રજૂઆત કરીશુ તેમ જણાવ્યું હતું. આ ગામમાં સરપંચ દ્વારા વિકાસના કામો કરવા સાથે શાળામાં અભ્યાસ કરતા બાળકોને પણ સારૂં શિક્ષણ મળે તે માટે હંમેશા તેમનો પ્રયાસ રહેતો હોય છે.