
શહેરા,પંચમહાલના શહેરામાં શહેરાવાલા સાંઈનો 29 માં જન્મદિવસને લઈને ઝુલેલાલ ટ્રસ્ટ દ્વારા એક સપ્તાહ થી તૈયારીઓ કરવામાં આવી રહી હતી. ઝુલેલાલ મંદિર ખાતે ભક્તોની ઉપસ્થિતિમાં સાંઈના જન્મોત્સવની ગુરૂવારના રોજ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સાંઈના 29માં જન્મોત્સવને લઈને રાજ્ય સહિત પાકિસ્તાન, દુબઈ ,આફ્રિકા તેમજ અન્ય દેશોમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા. અહી દેશ વિદેશમાંથી આવેલા ભક્તોએ સાંઈના આશીર્વાદ લઈને તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે શહેરાવાલા સાંઈ એ અહી આવેલા ભક્તોને ભગવાન ઝૂલેલાલનો ફોટો આપવામાં આવ્યો હતો. ભગવાન ઝુલેલાલના ભક્તિમય ગીતો વચ્ચે ભક્તો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા.