શહેરામાં રામનવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ

શહેરા,પંચમહાલના શહેરા સહિત જીલ્લાભરમાં રામનવમીના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નગરના રામજી મંદિર ખાતેથી ભગવાન શ્રીરામની શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી. શોભાયાત્રા દરમિયાન જય જય શ્રી રામના નાંદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ શોભાયાત્રા નગરના પરવડી વિસ્તાર, હોળી ચકલા, સિંધી ચોકડી, બસ સ્ટેશન તેમજ અન્ય વિસ્તારમાં ફરી હતી. ભગવાન શ્રીરામની શોભાયાત્રા દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂત સહિત પોલીસનો મોટો બંદોબસ્ત જોવા મળી રહ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં શોભાયાત્રા પૂર્ણ થઈ હતી.