શહેરામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય વિદ્યાલયના નવી ભવન અંદાજીત એક કરોડ રૂપિયાના ખર્ચે બનનાર હોય તેનો શિલારોપણ સમારંભ યોજાયો હતો

શહેરા,

શહેરામાં શિવમ સોસાયટીમાં આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય વિદ્યાલયનું નવીન ભવન અંદાજિત રૂપિયા એક કરોડના ખર્ચે બનનાર છે. આ નવીન ભવનનું શિલારોપણ સમારંભ કાર્યક્રમનું આયોજન બ્રહ્માકુમારી સુરેખા દીદી, બ્રહ્માકુમારી રતનદીદી અને જ્યા દીદી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રયાગરાજ થી આવેલ મહંત પ્રદીપ ગીરીજી, બ્રહ્માકુમારી નીરજના દીદી, સુરેખા દીદી, નગરના અગ્રણી મુકેશભાઇ દેસાઈ, તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ માટી એડા, રેફરલ હોસ્પિટલના અધિક્ષક અશ્ર્વિનસિંહ રાઠોડ, ગાયનેક ડોક્ટર દીપ ભાવસાર તેમજ જેકી મુલચંદાણી, પ્રદીપ પદવાણી સહિતના ઉપસ્થિત મહાનુભાવો હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પ્રજાપ્રિતા બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય વિદ્યાલયનું નવીન બનનાર ભવવનું બ્રહ્માકુમારી દીદી તેમજ પ્રયાગરાજ થી આવેલ મહંત અને મહાનુભવોના હસ્તે શુભ મુહૂર્તમાં પૂજા-અર્ચના કરીને શિલારોપણ કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે તાલુકા પંથક માંથી મોટી સંખ્યામાં શિવ ભક્તો તેમજ નગરના અગ્રણીઓ સાથે તાલુકા મથક ખાતે આવેલ વિવિધ કચેરીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.