
- એસીબીએ ગ્રામ પંચાયતોની પાણી સમિતિ પાસે નલ સે જલ યોજનાની માહિતી માંગી.
- પાણી પુરવઠા વિભાગના સબ સલામતના દાવા વચ્ચે શહેરા તાલુકાના ખટકપુર અને ગુણેલીમાં કામગીરી શરૂ કરી.
ગોધરા,વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ દ્વારા તેમના મતવિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં નલ સે જલ યોજનામાં ગેરરીતિઓ તેમજ ભ્રષ્ટાચાર આચરવવામાં આવ્યો હોવાની સાથે સાથે આ સમગ્ર ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરનાર જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટર સહિતનાઓ સામે એ સી બી તેમજ વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે તેવી લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી, અને આ રજુઆત ને લઈ પંચમહાલ એ સી બી દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જેઠાભાઇ ભરવાડ દ્વારા કરવામાં આવેલી રજુઆતમાં જે ગામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે તમામ ઉલ્લેખ કરવામાં આવેલા ગામોની ગ્રામપંચાયતોની પાણી સમિતિને એસીબી એ પત્ર પાઠવી તેઓ પાસેથી નલ સે જલ યોજનાના અમલીકરણ ને લઈને યોજનાના કામ માટે આપવામાં આવેલ વર્ક ઓર્ડર, એજન્સીનું નામ, એમ.બી.બુક, બેંક ખાતાની વિગત, વસ્મોના અધિકારીઓ કર્મચારીઓના નામ સહિતના કુલ 12 મુદ્દાની તમામ વિગતો સાથેની માહિતી માંગવામાં આવી છે, શહેરા મત વિસ્તારમાં પંચમહાલ એ.સી.બી. દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા જ નલ સે જલ યોજનામાં ગેરરીતિ કરનાર અધિકારીઓ, કોન્ટ્રાકટરો સહિત કેટલાક પદાધિકારીઓમાં પણ ફફડાટ મચી ગઇ છે, જ્યારે સમગ્ર મામલે પંચમહાલ એસીબી દ્વારા તપાસ થઈ રહી છે તો બીજી તરફ પાણી પુરવઠા વિભાગના સબ સલામતના દાવા વચ્ચે શહેરા તાલુકાના ખટકપુર અને ગુણેલી ગામમાં હાલમાં નલ સે જલ યોજનાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એક તરફ આજ ગામમાં નલ સે જલ યોજના હેઠળ કામો સંપૂર્ણ પુરા કરી તમામ ઘર સુધી પીવાનું પાણી નળ મારફતે આપવામાં આવતું હોવાનો રિપોર્ટ વાસ્મો દ્વારા રાજ્ય સરકારને આપવામાં આવ્યો છે તો બીજી તરફ હાલમાં શરૂ કરવામાં આવેલી કામગીરીને લઈને અનેક સવાલો અને તર્કવિતર્ક સર્જાયા છે.

કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું પાણી પોહચે તે માટે દેશના પ્રધાનમંત્રીના નેતૃત્વમાં નલ સે જલ યોજના શરૂ કરવામાં આવી છે. જેનો ઉદ્દેશ છે કે દેશ દરેક રાજ્યના દરેક ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં ઘર હશે ત્યાં નળ હશે તેવા સંકલ્પ સાથે રાજ્ય સરકાર પણ આગળ વધી રહી છે, અને દરેક ઘર સુધી નલ દ્વારા પીવાનું પાણી મળી રહે અને પાણી માટેની રઝળપાટ માંથી ગ્રામીણ મહિલાઓને મુક્તિ મળી રહે, અને આ યોજના માટે સરકાર દ્વારા કરવામાં આવતી ગ્રાન્ટની ફાળવણી અને અમલમાં મુકાતી યોજના ચોક્કસ છેવાડાના માનવી માટે ફાયદા રૂપ જ છે અને સારી જ છે પરંતુ જેના અમલીકરણ માટે જવાબદારોની રેઢીયાળ નીતિ અથવા બેદરકારી જે કહીએ કે માનીએ પરંતુ જેને લઇ આજે પણ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યાનો કેટલાય રહીશો સામનો કરી રહ્યા છે.
બોકસ : નલ સે જલમાં ભ્રષ્ટાચારની ત5ાસ શરૂ કરતાં એસીબી પંચાયતો પાસે વિગતો માંગી…
શહેરા તાલુકા વિસ્તારમાં નલ સે જલ યોજના ભ્રષ્ટાચાર અંગે શહેરા ધારાસભ્ય દ્વારા એસીબી અને વિજીલેન્સ તપાસની માંગ કરાઈ હતી. જેના ભાગરૂપ એસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર ઉલ્લેખ થયો હોય તેવી ગ્રામ પંચાયતની પાણી સમિતિએ એસીબીએ પત્ર લખી યોજના આપવામાં વર્ક ઓર્ડર, એજન્સીનું નામ, એમ.પી.બુક, બેંક ખાતાની વિગતો, વાસ્મો અધિકારી કર્મચારીના નામો સાચી વિગતો માંગવામાં આવી.
બોકસ: નલ સે જલ યોજના ગેરરીતિ તપાસ શરૂ થતાં અધિકારી કોન્ટ્રાકટરોમાં ફફડાટ…
શહેરા તાલુકા મત વિસ્તારમાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર ગેરરીતિની તપાસનો દોર ધમધમાટ એસીબી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. જેને લઈ યોજનામાં ગેરરીતિ કરનાર અધિકારીઓ, કોન્ટ્રાકટરો અને પદાધિકારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
બોકસ: વોરમોએ બે ગામોમાં નલ સે જલના કામો શરૂ કરી રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપ્યો…
વોસ્મોની નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારની તપાસ એસીબી દ્વારા શરૂ કરવામાં આવતાં પાણી પુરવઠા વિભાગ શહેરાના ખટકપુર અને ગુણેલી ગામે નલ સે જલની કામગીર શરૂ કરી યોજના કામ પુરા પીવાનું પાણી નલ દ્વારા આપવામાં આવતું વોસ્મો દ્વારા રિપોર્ટ રાજ્ય સરકારને આપવામાં આવ્યો.