શહેરામાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ ચિત્રકામ અને મંહેદી સ્પર્ધા યોજાઇ

શહેરા,શહેરામાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમને લઈને મતદાન મથક ખાતે શનિવારના રોજ નવા મતદાર તરીકે નોંધણી માટેના ફોર્મ ભરવામાં આવવા સાથે ચૂંટણી કાર્ડમાં સુધારા માટે તેમજ નામ કમી કરવા માટેના ફોર્મ ભરવામાં આવી રહયા હતા. જ્યારે નગર વિસ્તારમાં આવેલ શારદા મંદિર હાઈસ્કૂલ ખાતેથી રેલી કાઢવામાં આવવા સાથે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ચિત્રકામ અને મંહેદી સ્પર્ધામાં ભાગ લીધો હતો.

શહેરા માં મતદારયાદી ની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમને લઈને નગર અને તાલુકા મથક ખાતે આવેલા મતદાન મથક ખાતે શનિવારના રોજ મતદારયાદીમાં નવા નામ નોંધાવવા માટેના ફોર્મ ભરવામાં આવવા સાથે ચૂંટણી કાર્ડમાં સુધારા અને કમી કરવાના પણ ફોર્મ ભરવામાં આવી રહયા હતા. જ્યારે મતદારયાદી ની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત નગર વિસ્તારમાં આવેલ શારદા મંદિર હાઇસ્કુલ ખાતે શાળાના આચાર્ય દિપ્તીબેન પાઠકની ઉપસ્થિતિમાં ચિત્ર અને મહેદી સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને મતદાન જાગૃતિના અલગ અલગ ચિત્ર દોરવા સાથે હાથમાં મુકેલી મહેંદીની ડિઝાઇનમાં “મત મેરા પવિત્ર અધિકાર” “મતદાન અવશ્ય કરો” તેવું લખાણ લખવામાં આવ્યુ હતુ. શાળા દ્વારા જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ રેલીનું પ્રસ્થાન શાળાના આચાર્ય દિપ્તીબેન પાઠકે આપતા નગરના મેઇન બજાર, પરવડી વિસ્તાર, હોળી ચકલા સહિતના અન્ય વિસ્તારોમાં મતદાર જાગૃતિ અંગેના સ્લોગન ‘મતદાન અવશ્ય કરીએ’; ‘મતદાન આપણી પવિત્ર ફરજ’; મારો મત મારૂ ભવિષ્ય’, ‘મતદાન માટે સમય કાઢીએ જવાબદારી અવશ્ય નિભાવીએ’; જેવા સુત્રોચ્ચાર સાથે ફરી હતી. આવનારી લોકસભાની ચૂંટણી પહેલા વહીવટી તંત્ર દ્વારા નવા મતદારોનો ઉમેરો થઈ શકે અને ચૂંટણી કાર્ડ માં ભૂલ હોય તો સુધરી શકે તે માટે મતદારયાદીની ખાસ સક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં મતદારોએ લાભ લેવામાં આવવા સાથે વહીવટી તંત્રની આ સારી કામગીરીને બિરદાવી હતી.