- શાંતા કુંજ સોસાયટીના રહીશો રસ્તા પર નદીના જેમ પાણી વહેતું જોતા થયા ચિંતિત.
- વર્ષો જૂની પાણી ભરાઈ જવાની સમસ્યા હલ કરવામાં પાલિકા અને વહીવટી તંત્ર નિષ્ફળ.
- મંગળવાર ની રાત્રે બે ઇંચ વરસાદ ખાબક્યો.
શહેરામાં મંગળવારની રાત્રીએ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, રાત્રિએ બે ઇંચ જેટલો વરસાદ થતાં અણીયાદ ચોકડી પાસે પસાર થતા હાઇવે ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી હોવા સાથે શાન્તા કુંજ સોસાયટીના રસ્તા પરથી નદીના જેમ પાણી વહેતું જોવા મળતા ઘરની અંદર પાણી ભરાઈ જવાની શક્યતાના પગલે અહીના રહીશો ચિંતિત થઈ ઉઠ્યા હતા.
શહેરામાં મંગળવારની રાત્રી એ વાતાવરણ માં પલટો આવા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પવન સાથે આવેલા વરસાદથી અણીયાદ ચોકડી પાસે પસાર થતા દિલ્લી બોમ્બે હાઇવે ઉપર વર્ષોની પરંપરા મુજબ પાણી ભરાઈ જતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. જ્યારે હાઇવે અડીને આવેલી શાન્તા કુંજ સોસાયટીના રસ્તા પરથી નદીના જેમ પાણી વહેતું થતા અહીંના રહીશો ઘરની અંદર પાણી ભરાઈ જવાની શક્યતાને લઈને ભારે ચિંતિત થઈ ઉઠ્યા હતા.
કલ્યાણ કંપની દ્વારા હાઇવે ઉપરથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્ષ વસૂલતા હોય ત્યારે સામાન્ય વરસાદમાં પણ હાઇવે ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો ડર સાથે વાહન લઈને પસાર થતા જોવા મળ્યા હતા. હાઇવે ઉપર સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા કલ્યાણ કંપની દ્વારા વર્ષો જૂની સમસ્યા હલ કરવામાં આ વખતે પણ કોઈ રસ નહી લેવામાં આવ્યો હોય એવું લાગી રહયુ છે. મંગળવારની રાત્રે બે ઇંચ જેટલો વરસાદ થતાં લોકોને બફારા અને ઉકળાટ ભર્યા વાતાવરણમાંથી થોડી ગણી રાહત મળી હોય એમ કહીએ તો નવાઈ નહી. જોકે, શાંતા કુંજ સોસાયટીમાં દર ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યા વર્ષો જૂની હોવા છતાં આ સમસ્યા હલ કરવામાં સ્થાનિક પાલિકા તંત્ર તેમજ તાલુકા વહીવટી તંત્ર પણ નિષ્ફળ નિવડી રહ્યું હોય ત્યારે આગામી દિવસોમાં આ સોસાયટીના રહીશો એકત્રીત થઈને જીલ્લા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરશે અને જો સમસ્યા હલ નહી થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી શકે તેવી શક્યતાઓ પણ રહેલી છે.