શહેરમાં જે.જી.સ્કુલમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ

શહેરા નગર માં આવેલી જે.જી.સ્કૂલમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ એક દિવસ માટે શિક્ષક બની ભણાવવાની ખુશી વ્યક્ત કરી હતી. સમગ્ર દિવસ દરમિયાન વિદ્યાર્થીઓએ શાળાનું સંચાલન કર્યું હતું

શહેરા નગર અને તાલુકામાં ગુરૂવારને 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી શાળા કોલેજોમાં કરવામાં આવી હતી. જ્યારે નગરના અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલી જે.જી.સ્કુલમાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને એક દિવસ માટે શિક્ષક બનેલ વિદ્યાર્થીઓ શિક્ષકની જેમ જ તૈયાર થઈને શાળામાં આવ્યા હતા. શિક્ષકની જેમ જ સાથે ભણતા વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું હતું. વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષક બની ભણાવવાની ખુશી વ્યક્ત કરી હતી. દિવસ દરમિયાન શાળાનું સંચાલન વિદ્યાર્થીઓ એ કર્યું હતું. શાળામાં ભણાવતા શિક્ષકોના આશીર્વાદ વિદ્યાર્થીઓએ મેળવ્યા હતા.