શહેરામાં હોળી ચકલા થી કન્યાશાળા તરફના રસ્તામાં પાણી આવી જવાના કારણે રાહદારીઓને પરેશાની પાલિકા કાર્યવાહી કરે તેવી માંગ

શહેરા, શહેરા નગરમાં હોળી ચકલાથી કન્યાશાળા તરફ જવાના રસ્તા પર પાણી આવી જવાના કારણે પસાર થતાં રાહદારીઓને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકા દ્વારા અહીં યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ અહીના રહિશો કરી રહયા હતા.

શહેરા નગરમાં હોળી ચકલા થી કન્યાશાળા તરફ જવાના રસ્તા પર પાણી આવી જવાના કારણે પસાર થતાં રાહદારીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. અમુક વાહન ચાલકો વધુ સ્પીડે આ રસ્તા પરથી પસાર થતા હોય ત્યારે અમુક સમયે રાહદારીઓ પર પાણી ઉડતા કપંડા પણ બગાડતા હોવા સાથે ચાલતા જતા નગરજનોને પગ લપસી જવાનો ડર રહેતો હોવાથી અમુક નગરજનો બીજા રસ્તે નીકળતા હોય છે. નગર વિસ્તારમાં પાલિકા દ્વારા વિકાસના અનેક કામો કરવામાં આવતા હોય તેમજ નગરજનોને વધુ સુવિધા મળે એ માટેના પ્રયાસો કરતા હોય ત્યારે આ રસ્તા પર આવતા પાણી બંધ થાય એ માટે પાલિકા દ્વારા યોગ્ય કામગીરી અહીં કરવામાં આવે તેવી માંગ અહીના રહીશો કરી રહ્યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ સહિતના સત્તાધીશો દ્વારા વોર્ડ મુજબ મુલાકાત લેવામાં આવે એવી આશા નગરજનો રાખી રહ્યા હોય ત્યારે જોવુજ બન્યુ કે પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ સહિતના સભ્યો આ બાબતે ક્યારે વિચારશે એ તો આવનારા દિવસોમાં ખબર પડી જશે તો નવાઈ નહી.