શહેરા,
શહેરા તાલુકાના બોરડી ગામના માછી ફળિયામાં સાત જેટલા રહેણાંક ઘરમાં અચાનક આગ લાગી હતી આગ લાગતા ધુમાડાનાં ગોટેગોટા આકાશ માં જોવા મળ્યા હતા. ઘરની અંદર રહેલ લોકો બહાર આવી જઈને બુમા બુમ કરતા આજુબાજુ માં રહેતા લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડ ને જાણ કરવાની સાથે સ્થાનિક લોકો દ્વારા પાણી નો મારો શરૂ કરી દીધો હતો.આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તેવામાં ફાયર બ્રિગેડ આવી જઇને પાણીનો મારો શરૂ કરતા આગ ને કાબુમાં લીધી હતી આગ ની ઘટનામાં ઘરવખરી સહિતની ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.સાત જેટલા ઘર માલિકે તલાટી સમક્ષ સાત ઘરોમાં પાંચ લાખથી વધુ રૂ પિયા નુ નુકશાન થયુ હોવાનું જણાવ્યું હતું. જ્યારે શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગેલ હોવાનુ અનુમાન કરાઈ રહયુ છે
શહેરા તાલુકાના બોરડી ગામના માછી ફળિયામાં રહેતા શાંતાબેન શનાભાઈ માછીના રહેણાંક નળિયાવાળા ઘરમાં બુધવારની રાત્રી એ કોઈ કારણસર આગ લાગી હતી. ઘરમાં રહેલ લોકો બહાર આવી જઈને બૂમાબૂમ કરતા આજુબાજુ મા રહેતા લોકો દોડી આવ્યા હતા. એક ઘર માં લાગેલ આગ એ વિકરાળ સ્વપ ધારણ કરતા આજુબાજુ મા આવેલા હીરા ભાઈ માછી, શંકર માછી, રયજી માછી, ફૂલીબેન માછી તેમજ પ્રભુદાસ માછી સહિત રમેશભાઈના ઘરોમાં પણ આગ લાગતાં અફરા તફરી નો માહોલ સર્જાયો હતો. ઘર ની અંદર ઘાસના પૂળા હોવા સાથે સૂકા લાકડા વાળું ઘર હોવાથી આગ વધુ પ્રસરી રહી હતી. સ્થાનિક લોકો દ્વારા આગ ઓલવા માટે ની કોશિશ કરવા માડી હતી.સાથે ગામ નાં અગ્રણી દ્વારા આગ લાગી હોવાની જાણ ફાયર બ્રિગેડ કરવામાં આવી હતી. શહેરા નગર પાલિકા નુ ફાયર બ્રિગેડ આવી જતા પાણી નો મારો શરૂ કરી દેતા ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી ગઈ હતી. રહેણાંક મકાનમા લાગેલ આગ મા અનાજ, ઘર વખરી સહિત અન્ય ચીજ વસ્તુઓ બળી ને ખાખ થઈ ગઈ હતી. જ્યારે આ અંગે ની જાણ તાલુકા પંચાયત ને કરવામાં આવતા સ્થાનિક ગ્રામ પંચાયતના તલાટી અમિત ડામોર તેમજ ગામના સરપંચ ઘનશ્યામ સિંહ સલોકી સ્થળ પર પહોચી જઇ તપાસ કરી સરકાર દ્વારા મળવાપાત્ર સહાય આપવાની હેયાધારણ આપી હતી જયારે આગમાં સમગ્ર ગુમાવનાર પરિવારજનો આકંદ કરતા પણ નજરે પડતા હતા. શાંતા બેન માછી,શંકર ભાઈ માછી સહિત અન્ય લોકો ના જણાવ્યા અનુસાર ઘર વખરી સહિત અન્ય ચીજ વસ્તુ મળી ને સાત ઘરો મા રૂપિયા પાંચ લાખ થી વધુ નુ નુકશાન થયું હોવાનું જણાવ્યું હતું. રહેણાંક મકાન મા શોર્ટ સર્કિટ થી આગ લાગી હોવાનુ અનુમાન કરાઈ રહયુ છે.પોલીસ દ્વારા પણ સાત રહેણાંક ઘરમાં આગ લાગવાને લઈને જરૂરી તપાસ હાથધરી હતી.