શહેરા સહિત સમગ્ર જીલ્લામાં ખેડૂતો દ્વારા ડાંગરના પાકની કાપણી શરૂ કરવામા આવી

શહેરા 
શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ડાંગરના પાકની કાપણી શરૂ થતા ખેત મજુરોને રોજગારી મળી રહી છે. ખેડૂત અને ખેડૂતના પરિવાર ખેતરમાં ડાંગરને  ઝૂડતા જોવા મળતા હોય છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહયા નથી.

શહેરા તાલુકાના  ગ્રામીણ વિસ્તારમા મૂખ્યત્વે ડાંગર અને  મકાઈની ખેતી કરવામા આવે છે.ચોમાસાની સિઝન પુરી થતા હાલમા ગ્રામીણ વિસ્તારોમાં  ડાંગરના પાકની કાપણી ખેડુતો દ્વારા શરૂ કરી દેવામા આવી છે. ડાંગરની કાપણી શરૂ થતા ખેત મજુરોને પણ રોજગારી  મળી રહી છે. ખેતર માં ખેત મજૂરો સાથે ખેડુત અને  તેમના પરિવારના સભ્યો  ભેગા મળીને ડાંગરની કાપણી શરૂ કરી દીધી છે.આ વર્ષે તાલુકામાં  વરસાદ પડ્યો પણ તેની સમય અનુકુળતા પ્રમાણે ન પડ્યો હોવાને કારણે ડાંગરના પાકમા ઉત્પાદન ઓછુ મળશે એવુ ખેડૂતો પાસેથી જાણવા મળ્યુ છે.ડાંગરની પાકની કાપણી બાદ ડાંગરને ઝુડવા ની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. ડાંગરના સારા ભાવની આશા ખેડૂતો રાખી રહયા છે.

રિપોર્ટર : તુષાર દરજી