શહેરા લુણાવાડા હાઈવે માર્ગ ઉપર પેટ્રોલ પંપ પાસે બાઈક ડિવાઈડર સાથે ભટકાતા બેના મોત : એકની હાલત ગંભીર

  • માર્ગ અકસ્માતમાં કિરણ બારીયાનું ઘટના સ્થળ મોત.
  • જ્યારે સુરપાલ બારીયાનું સારવાર દરમિયાન મોત.
  • ઈજાગ્રસ્ત સચિન બારીયા હાલ સારવાર હેઠળ ગોધરા ખાતે.
  • મરણજનાર બન્ને સલામપુરા ગામના.

શહેરા : શહેરા લુણાવાડા હાઇવે માર્ગ ઉપર પેટ્રોલ પંપ પાસે બાઈક ડિવાઇડર સાથે અથડાતા બેના મોત થવા સાથે એકની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે ગોધરા ખસેડાયો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.

શહેરા લુણાવાડા તરફ જવાના માર્ગ ઉપર પેટ્રોલ પંપ પાસે ગુરૂવારની રાત્રીએ બાઈક ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સલામપુરા ગામના કિરણ બારીયાને શરીરે નાની મોટી ઈજા થતા ઘટના સ્થળે મોત થવા સાથે સુરપાલ બારીયા અને સચિનને પણ શરીરે નાની મોટી ઇજા થયેલી હોવાથી 108 દ્વારા તેને રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. રેફરલ હોસ્પિટલ ખાતે આ બન્ને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ગોધરા ખસેડાયા હતા. બાઈક ચાલક સુરપાલ બારીયાની તબિયત વધુ બગાડતા તેને વડોદરા એસ.એસ.જી. ખાતે સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું. આજના યુવાનો બાઇક વધુ સ્પીડે દોડાવતા હોય ત્યારે બાઈકને વધુ સ્પીડે દોડાવવાના કારણે આ અકસ્માતમાં સલામપુરા ગામ ખાતે રહેતા કિરણ અને સુરપાલ બારીયાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. જ્યારે સચિન હાલ સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છેકે, માર્કેટિંગયાર્ડની બહાર પસાર થતા હાઇવે ઉપર રોંગ સાઈડ આવતા વાહનોના કારણે અકસ્માત થવાનો ડર સામેથી આવતા વાહન ચાલકોને રહેતો હોય ત્યારે આ ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લઈને પોલીસ તંત્ર પણ હવે એક્શનમાં આવીને આ સામે લાલ આંખ કરે તે પણ જરૂરી છે.