શહેરા લખારા સોસાયટી પાસે રોંગ સાઈડે આવતાંં બાઈકની અડફેટમાં રાહદારીને ઈજાઓ

શહેરા,

શહેરા નગરમાં હાલોલ-શામળાજી હાઈવે માર્ગ ઉપર અકસ્માતની બે ઘટના બની હતી. લખારા સોસાયટી પાસે રોગ સાઈડ આવતી બાઈકની અડફેટે રાહદારીને સામાન્ય ઈજા પહોંચી જ્યારે બીજા બનાવમાં બાઈક સ્લીપ ખાતા ચાલકને સામન્ય ઈજા પહોંચી હતી.

શહેરા નગરમાં અકસ્માતની બે ઘટનાઓ બનવા પામી હતી. આ બનેલા બે બનાવોમાં કોઈ જાનહાની થવા પામી ન હતી. આ બે અકસ્માતની ઘટનાઓના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. લખારા સોસાયટી પાસે પસાર થતા હાલોલ-શામળાજી હાઈવે માર્ગ પર આ અકસ્માતની ઘટનાઓ બની હતી. જેમાં એક બાઈક ચાલક રોગ સાઈડ ગાડી ચલાવીને રોડ નજીક ઈલેક્ટ્રીક દુકાનના વેપારીને બાઈક અથાડીને ચાલક ફરાર થઈ ગયો હતો. બીજી ઘટના રોડની બીજી સાઈડ બની જેમા બાઈક ચલાવી રહ્યો હતો અને બાઈક અચાનક સ્લિપ ખાઈ જતાં ચાલકને સામન્ય ઈજા પહોંચવા સાથે આ બે અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. ઉલ્લેખનીય છે કે, લખારા સોસાયટી પાસે પસાર થતો હાઇવે માર્ગ ઉબડખાબડ બનવા સાથે મસમોટા ખાડાઓ પણ પડી જવાના કારણે અવારનવાર આવા બનાવો બનતા હોવા છતાં સંબંધિત તંત્ર દ્વારા આ બાબતને કોઈપણ ગંભીરતાથી લેવામાં ન આવવાના કારણે વાહન ચાલકોનો આક્રોશ પણ જોવા મળી રહ્યો હતો.