શહેરા લખારા સોસાયટી પાસે અંબાજી પગપાળા યાત્રાળુઓ માટે અન્નપૂર્ણા વિસામા જમવા અને નાસ્તાની વ્યવસ્થા કરાઈ

પંચમહાલના હાઇવે માર્ગ પર અંબાજી તરફ મોટી સંખ્યામાં પગપાળા માઇ ભક્તો રથ સાથે માતાજીના ભક્તિમય ગીતો વચ્ચે નાચતા ગાતા જતા જોવા મળવા સાથે બોલ મારી અંબે જય…જય…અંબેના નાંદ થી વાતાવરણ ગુંજી ઉઠયું છે. જ્યારે શહેરા નગરમાં લખારા સોસાયટી પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ અન્નપુર્ણા વિસામાં ર્માં અંબાજી જતા પગપાળા યાત્રાળુઓ માટે ચા નાસ્તો, જમવા સહિત તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ સેવા પણ માઈભક્તોને આપવામાં આવી રહી છે. અન્નપૂર્ણા વીસામો 23 માં વર્ષના મંગલ પ્રવેશ સાથે આ વર્ષે પણ અંબાજી પગપાળા જતા યાત્રાળુઓ ને 24 કલાક ચા-નાસ્તો, જમવાનું તેમજ પગપાળા જતા માઈ ભક્ત બીમાર પડી જાય તો તેના માટે અહીં મેડિકલ સુવિધા પણ 24 કલાક ઉપલબ્ધ રહેતી હોય છે. આ વખતે મોટી સંખ્યામાં પગપાળા સંઘો રથ સાથે માતાજીના ભક્તિમય ગીતો વચ્ચે માર્ગ પરથી નીકળતા વાતાવરણ ભક્તિમય બની જવા સાથે ભક્તો માતાજીના ભક્તિમાં લીન થઈ જતા હોય છે.