શહેરા કુણ નદી માંથી મોટાપાયે ખનિજ ચોરી નંંબર વગર બે ટ્રેકટરોમાં રેતીનું હેરાફેરી

શહેરા, શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલ ઉમરપુર,ખોડા, ડેમલી સહિત અન્ય ગામ માંથી પસાર થતી કુણ નદીમાં મોટા પાયે ખનીજ ચોરી થતી હોવા છતાં મામલતદાર , ખાણ ખનીજ વિભાગ દ્વારા આ સામે અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી નથી. જોકે નંબર પ્લેટ વગરના ટ્રેકટર સહિતના અન્ય વાહનોમાં ગેરકાયદે રેતીની હેરફેરી દિન પ્રતિદિન વધી રહી છે.

શહેરા તાલુકામાં લિઝ નહી હોવા છતાં સફેદ રેતીનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે.ખનીજ ચોરી અટકાવવા માટે સંબંધિત તંત્ર દ્વારા આ સામે અસરકારક કાર્યવાહી કરવામાં નહી આવી રહી હોવાથી ઊંમરપુર, ખોડા તેમજ અન્ય ગામોમાં પસાર થતી કુણ નદીમાં મોટા માથાઓ અને ઉંચી પહોંચ ધરાવતા વ્યક્તિઓ દ્વારા નદીમા લિઝ નહી હોવા છતાં રેતી કાઢીને ટ્રેક્ટર સહિતના અન્ય વાહનોમાં હેરાફેરી થઈ રહી છે. જોકે, ગેરકાયદે રેતી ભરેલ અમુક વાહનોમાં નંબર પ્લેટ નહી હોવા સાથે ચાલક પાસે લાયસન્સ વગર તાલુકા મથક તેમજ નગરના ભરચક વિસ્તારમાં અને હાઇવે પરથી પસાર થતા હોય છે. ગેરકાયદે રેતી ભરેલ વાહનો હાઈવે ઉપર તેમજ તાલુકા મથક ખાતેથી બિન્દાસ્ત મોટા અવાજે ગુજરાતી અને હિન્દી ગીતો વગાડતા નીકળતા હોય ત્યારે સબંધિત તંત્રનો કોઈ ડરના રહ્યો હોય આ ખનીજ ચોરો ને એવી અનેક ચર્ચાઓ લોકોમાં થઈ રહી હતી.ખનીજ વહન કરતા વાહનો માં નિયમોનું પાલન નહીં થતું જોવા મળવા સાથે ખનીજ ચોરી દિન પ્રતિદિન વધતી જતી હોય ત્યારે સ્થાનિક મામલતદાર સહિતના જવાબદાર તંત્ર દ્વારા આ સામે પોતાની નૈતિક ફરજ ક્યારે બજાવશે?જોકે પોલીસ તંત્ર દ્વારા આમ બીજા અન્ય વાહનોને નંબર પ્લેટ ના હોય તો ઊભા રાખીને નિયમો જણાવતા હોય ત્યારે ગેરકાયદે રેતી ભરીને નીકળતા નંબર પ્લેટ વગરના આવા વાહનો સામે કાર્યવાહી કરવામાં કોઈ રસ નથી કે પછી કયું કારણ હશે? તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલી કુણ નદીમાં મોટા ખાડાઓ પાડીને ખનીજ ચોરો રેતી કાઢીને રૂપિયા કમાઈ રહ્યા હોય ત્યારે બીજી તરફ જોવા જઈએ તો સંબંધિત તંત્ર દ્વારા ખનીજ ચોરી અટકે એ માટે આ સામે અસરકારક કાર્યવાહી કરવામાં નહી આવતા સરકારી તિજોરી ને અને નદીને નુકશાન પહોંચી રહયુ છે.તાલુકા પંથકમાં થતી ખનીજ ચોરી અટકે એ માટે ગાંધીનગર ખાતે જાગૃત વ્યક્તિ દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત આવનારા દિવસોમાં કરવામાં આવનાર છે.