શહેરા ખાતે સિપાઈ મુસ્લિમ કસ્બા પંચનો 11મો સમુહલગ્ન યોજાયો

શહેરા,

શહેરા ખાતે સિપાઈ મુસ્લિમ કસ્બા પંચ દ્વારા 11માં સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં 35 જેટલા જોડાના નિકાહ પઢાવવામાં આવ્યા હતા

લગ્નમાં થતા ખોટા ખર્ચ તેમજ સભ્ય સમાજમાં ઘર કરી ગયેલ કુરિવાજો દૂર થાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે પંચમહાલ જિલ્લાના શહેરામાં સિપાઈ મુસ્લિમ કસ્બા પંચ દ્વારા છેલ્લા 10 વર્ષથી સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ સિપાઈ મુસ્લિમ કસ્બા પંચ દ્વારા 11માં સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. આ સમુહ લગ્ન રવિવારના રોજ શહેરા નગરમાં આવેલ હુસેની ચોક ખાતે યોજાયો હતો. જેમાં મુસ્લિમ સમાજના 35 જેટલા નવયુગલ જોડાવા સાથે સરિયતે ઈસ્લામ મુજબ નિકાહ પઢાવવામાં આવ્યા હતા. સાથે સિપાઈ મુસ્લિમ પંચ દ્વારા તમામ નવયુગલ જોડાઓને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આમ, વર્ષ દરમિયાન યોજાતા આજના સમુહ લગ્નમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવયુગલ જોડાઓને દુઆઓ આપી પોતાની યથા શક્તિ મુજબ મદદપુરી પાડી હતી.