શહેરા,
સમગ્ર પંચમહાલ જિલ્લામાં ચકચાર જગાવનાર બનાવની હકીકત એવી છે કે, શહેરા ખાતે કોંગ્રેસના ઉમેદવાર ખાતુભાઈ પગી પોતે પોતાના કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા માટે આવેલા તે સમયે અગાઉ થી જે આયોજન બધ્ધ કાવત્રુ રચવામાં આવેલું તે મુજબ તેમને ભા.જ.પ ના ઉમેદવાર તથા સમર્થકોને મારમારી મારી નાખવાના છે તેવું નક્કી કરેલું અને તેના ભાગરૂપે ભા.જ.પ ની શણગારવામાં આવેલી ગાડીની ઉભા બજારમાં તોડફોડ કરી અને રંગીતભાઈ નામના ભા.જ.પના કાર્યકરને ઢોર માર મારવામાં આવેલો આ સમયે ત્યાં બંદોબસ્તમાં હાજર શહેરના ડી સ્ટાફના પી.એસ.આઈ. કામોળ હાજર હતા તેમને આ ઝનુની ટોળાને વિખરાઈ જવા વારંવાર સુચના આપી હતી. પરંતુ કોંગ્રેસ કાર્યકર્તાઓનું ઝનૂની ટોળું વિખરાયેલું નહીં અને બેફામ પણે ભા.જ.પ.ના કાયેકતો રંગીતભાઈને લોહી લુહાણ કરી નાખતા ના છુટકે પી એસ.આઈ. કામોળ દ્વારા એક રાઉન્ડ કરવામાં આવેલું તેમ છતાં ટોળું પત્થરો મારતું મારતું ચાલ્યું ગયેલું અને આ સમયે કોંગ્રેસના ઉમેદવાર ખાતુભાઈ પગી હાથમાં ખુલ્લી તલવાર લઈને નીકળેલા જેથી આ બાબતે શહેરા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂદ્ધ કાવત્રાની કલમો સાથે ઈ.પી.કો કલમ 143.147,148,149,307 વિગેરે મુજબ નો ગુન્હો નોંધવામાં આવ્યો હતો અને સથળ ઉપર થી પકડાયેલ આરોપીઓ તથા અન્ય આરોપીઓ દ્વારા તથા કોંગ્રેસના ઉમેદવાર ખાતુભાઈ પગી દ્વારા નામદાર કોર્ટમાં આગોતરા તથા નિયમિત જામીન અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જે જામીન અરજીઓની સુનાવણી થતાં જીલ્લા સરકારી વકીલ રાકેશ એસ. ઠાકોરની વિગતવારની દલીલો તથા પોલીસ અધિકારી રાજપૂત દ્વારા કરવામાં આવેલ વિગતવારના એફીડેવીટને ધ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લાના એડીશનલ સેન્સસ જજ એચ.પી.મહેતા એ કોંગ્રેસના ઉમેદવાર ખાતુભાઈ પગીની આગોતરા જામીન અરજી તથા અન્ય આરોપીઓની નિયમિત જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. આ જામીન અરજી નામંજૂર થતાં સમગ્ર પંચમહાલ જિલ્લામાં ચકચાર મચી જવા પામ્યો છે. હવે શું થશે તેની ચર્ચા થઈ રહી છે.