શહેરા,શહેરા ખાતે આવેલી મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડેમી/IHRDC માં નેપાળ દેશના ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ ફાયર રેસ્ક્યુની ટીમે મુલાકાત લીધી હતી. આ મુલાકાત ઇન્ટરનેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ નોલેજ શેરિંગ પ્રોગ્રામ 2023 અંતર્ગત કરવામાં આવી હતી.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડેમી/IHRDC શહેરા ખાતે આચાર્ય સ્વામી જીતેન્દ્રિય પ્રિયદાસજીના દિવ્ય આશીર્વાદ થી માનવીય કલ્યાણ અને વિશ્ર્વ બંધુત્વના કાર્ય અંતર્ગત નેપાળ દેશના ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ ફાયર રેસ્ક્યુની ટીમે શહેરા ઓફિસની મુલાકાત લીધી હતી. આ મુલાકાત ઇન્ટરનેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ નોલેજ શેરિંગ પ્રોગ્રામ 2023 અંતર્ગત કરવામાં આવી હતી. જેમાં શહેરા ટીમ અને નેપાળ ટીમ ભારત મૈત્રી અંતર્ગત ડિઝાસ્ટર મેનેજમેન્ટનો નોલેજ અને શેરિંગ કરવામાં આવ્યું હતું. ઓફિસની મુલાકાત દરમિયાન અનેક ઉપકરણો તેમજ સંસ્થાના કામગીરીને નેપાળ ટીમ દ્વારા માહિતી આપવામાં આવી હતી. જેમાં નેપાલ ટીમે સંસ્થાની સરાહના કરી હતી. આ મુલાકાત અગાઉ નેપાળના રાષ્ટ્રપતિ દ્વારા સંસ્થાના પ્રોજેક્ટ ડાયરેક્ટરને સન્માન કરવામાં આવ્યું હતું. આ તમામ કામગીરી મણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન અને જે જોશી ઇન્ફ્રાપ્રોજેક્ટ લિમિટેડના સહયોગથી કરવામાં આવ્યું હતું.