
શહેરા, શહેરા થી કાંકણપુર તરફ જવાના માર્ગ ઉપર આવેલ છકડીયા ચોકડી પાસે આવેલ મસાણી સિકોતર માતાજીનું મંદિર આવેલુ છે. આ મંદિર અનેરૂ મહત્વ ધરાવે છે. સ્થાનિક જીલ્લા સહિત રાજ્ય માથી આવતા ભાવિક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યુ છે.
શહેરા થી કાંકણપુર તરફ જવાના માર્ગ ઉપર આવેલ છકડીયા ચોકડી પાસે મસાણી સિકોતર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં બિરાજમાન મસાણી સિકોતર માતાજી અહીં આવતા દરેક ભક્તોનાં દુ:ખ દૂર કરતા હોવાની લોકમાન્યતા છે. સ્થાનિક જીલ્લા અને રાજ્ય માંથી તેમજ દૂર દૂર થી માઁ ના દર્શને આવતા ભાવિક ભક્તો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યુ છે. મંદિર ખાતે માઈ ભક્તોની અવર જવર રહેવા સાથે મસાણી સિકોતર માતાજીના જયઘોષ થી વાતાવરણ ભક્તિ મય બની જતુ હોય છે. અહીં મસાણી સિકોતર માતાજીની મૂર્તિના દર્શન કરી ભાવિક ભક્તો ધન્યતા પણ અનુભવતા હોય છે. અહી મોટી સંખ્યામાં માતાજીના ભક્તો માઁ ના દર્શન ને આવતા હોય છે. દુ:ખ લઈને આવે છે અને હસતા મોડે દરબાર ભરાતો હોય છે. ત્યાંથી જતા હોય છે અનેક માઈ ભકતોની સંતાન સહિત અન્ય લીધેલ માનતાઓ પણ પૂરી થતી હોય છે. આ મંદિરમાં બિરાજમાન મસાણી સિકોતર માતાજીના દર્શન કરતા જ અહીં આવતા માઈ ભક્તોને મનને શાંતિ મળતી હોય છે અને આ મંદિર અહીં આવતા માઈ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.