શહેરા,શહેરાના જુની વાડી ગામ ખાતે રસ્તા પરના કાદવ કીચડ ના કારણે વાહન ચાલકો સહિત ગ્રામજનો હેરાન પરેશાન છે. સંબંધિત તંત્ર દ્વારા રસ્તાની મરામત કરવામાં આવે એવી ગ્રામજનોની માંગ ઉઠી હતી.
શહેરા તાલુકાના જૂની વાડી થી જુના વલ્લભપુર તરફ જતા ડામર રસ્તા ઊપર કાદવ-કીચડ હોવાથી વાહનચાલકો સહિત રાહદારીઓ ને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. રસ્તા ઉપર મસ મોટા ખાડાઓમાં પાણી ભરાઈ રહેવા સાથે કાદવ કીચડના કારણે અમુક બાઈક સ્લીપ ખાઈ જતા બાઈકને નુકશાન પણ થતું હોય તેમ છતાં સબંધિત તંત્ર આ રસ્તાની કામગીરી નહીં કરતા સ્થાનિક ગ્રામજનો નો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. આ ડામર રસ્તા પરના મોટા ખાડાઓ પુરવા સાથે કાદવ કીચડ દૂર કરવામાં આવે એવી આશા પસાર થતા રાહદારીઓ રાખી રહ્યા હતા. અમુક સમયે તો અહીંથી પસાર થતી વખતે કોઈ વાહન ચાલક વધુ સ્પીડે વાહન લઇ નીકળતા ચાલતા જતા વ્યક્તિ પર કાદવ કીચડના છાંટા ઉડતા કપડાં પણ બગડતા હોય છે. રસ્તા ઉપર જોવા મળતા દ્રશ્યો પરથી સંબંધિત તંત્ર તાત્કાલિક કાદવ કીચડનું સામ્રાજ્ય દૂર કરે એ જરૂર બની રહયું છે.