શહેરા તાલુકા પંથકમાં જલારામ જયંતિની ઉજવણી કરાઈ

શહેરા,
શહેરાના મોરવા રેણા, પોયડા અને ગોકળપુરા સહિત સમગ્ર જિલ્લામાં જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરાઇ હતી. મંદિર ખાતે જલારામ બાપા ના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી આવવા સાથે મહાપ્રસાદીનો લાભ લીધો હતો.
શહેરા સહિત સમગ્ર જિલ્લામાં જલારામ બાપાની જન્મ જયંતીની ઉજવણી કરાઈ હતી. જલારામ બાપાનું મંદિર રંગબેરંગી રોશનીથી શણગાર સજાવવામાં આવ્યો હતો. તાલુકાના મોરવા રેણા, પોયડા અને ગોકળપુરા ખાતે જલારામ બાપાની શોભાયાત્રા વાજતે ગાજતે વિસ્તારમાં નીકળી હતી. આ શોભાયાત્રા મા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. જય જલારામની ધૂનથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જ્યારે મોરવા રેણા ગામ ખાતે આવેલ જલારામ મંદિરે એ દિવસ દરમિયાન દર્શનાથે ભક્તોની ભીડ જોવા મળવા સાથે ભાવિક ભક્તોએ મહાઆરતી અને પ્રસાદીનો લાભ લીધો હતો. અન્નકૂટ સહિત ભજન-કીર્તનના કાર્યક્રમો પણ મંદિર ખાતે યોજાયા હતા. તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિભાવપૂર્વક જલારામ જયંતિની ઉજવણી કરાઇ હતી.