શહેરા,
શહેરા તાલુકાના વાધજીપુર ગામે ધડીયા ફળીયા થી પસાર થતાં રોડ ઉપર થી તા.9 ઓકટોમ્બરના રોજ 20 વર્ષીય યુવકનો ગળે ફાંસો ખાધેલ હાલતમાં રોડ સાઈડ માંથી મૃતદેહ મળ્યો હતો. તેની તપાસ દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો દ્વારા હત્યા કરી પુરાવાનો નાશ કરવા ફેંકી દઈ ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના વાધજીપુર ગામે ધડીયા ફળીયા માંથી પસાર થતા રોડ ઉપર થી 9 ઓકટોમ્બરના રોજ ગળે ફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન મરણજનાર ગોવિંદ ઉર્ફે કાળીયો રાવજીભાઈ વાધરી ઉ.વ. રહે. દલવાડા હોય અને તેને કોઈ કારણોસર મારમારી ગળાના ભાગે દોરડાનો ગાળીયો બનાવી લટકાવી દઈ મરનારના હત્યા બાદ પુરાવાનો નાશ કરવાના આશરે કોઈ અજાણ્યા ઈસમે મૃતદેહ ધડીયા ફળીયા પાસે રોડ ઉપર ફેંક ગુન્હો કર્યાની ફરિયાદ શહેરા પોલીસે નોંધી વધુ તપાસ હાથ ધરી છે.