શહેરા,શહેરા તાલુકાના ગોકળપુરા ગામના પૂર્વ સરપંચની હત્યા મામલે પોલીસે ત્રીજા આરોપીને ઝડપી પાડ્યો હતો. પૂર્વ સરપંચની હત્યાના પાંચ દિવસ બાદ ગોવિંદ ભરવાડને રાજકોટ તરફથી પોલીસે પકડી પાડીને પૂછપરછનો દોર શરૂ કર્યો હતો.
શહેરા તાલુકાના ગોકળપુરા ગામ ખાતે થોડા દિવસ પહેલા પૂર્વ સરપંચ દિનેશ બારીયા ની ભેલાણ બાબતે ઊંજડા ગામના ભરવાડ ફળિયામાં રહેતા ત્રણ ઈસમો એ હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ આ બાબતને ગંભીરતા લેતા બે આરોપીઓને હત્યાના ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા હતા. જ્યારે ત્રીજો આરોપી ગોવિંદ પોપટ ભરવાડ પોલીસ પકડથી નાસતો ભાગતો ફરી રહ્યો હતો. પી.આઈ રાહુલ રાજપુતને મળેલી માહિતીના આધારે રાજકોટ તરફ અલગ અલગ ટીમો મોકલતા ગોવિંદ ભરવાડ હત્યાનો આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો.
પૂર્વસરપંચની હત્યાનો ત્રીજો આરોપી ગોવિંદ પાંચ દિવસ બાદ પોલીસને પકડી પાડવામાં સફળતા મળી હતી. જે તે સમયે હત્યાની બનેલી ઘટનાને લઈને આ વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ત્યારે જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લઈને આ વિસ્તારમાં એક લોક દરબારનું આયોજન કરવામાં આવે જેથી કાયદાને લગતું જરૂરી માર્ગદર્શન લોકો સુધી પહોંચી શકે તો નવાઈ નહી. હાલ તો પૂર્વ સરપંચ દિનેશ બારીયાની હત્યાના ત્રણ આરોપી સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોય જો કે, આ બનેલ ઘટનાને લઈને એક પરિવારે ઘરનો મોભી ખોયો તો બીજી તરફ પથ્થર મારાની બનેલી ઘટનાને લઈને 32 જેટલા આરોપી જેલમાં હોવાથી અનેક પરીવારો ચિંતિત થવા સાથે થોડી ક્ષણોના ગુસ્સાના કારણે હત્યાના આરોપીઓને જેલના સળિયા ગણવા પડી રહ્યા છે.