શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગોકળપુરા ગામે પૂર્વ સરપંચ દિનેશભાઈ બારિયાની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતીનુ નિર્માણ થયું હતું. જ્યારે ઉપસ્થિત લોકોએ આરોપીના ભરવાડ ફળિયામાં જઈને અંતિમવિધી કરવાની ઉગ્ર માંગ કરતા સ્થિતી વણસી હતી.પોલીસ પર થયેલા પથ્થરમારાને લઈને પોલીસ મથક ખાતે પોલીસ કર્મી એ નોંધાયેલ ફરિયાદમાં 32ની નામજોગ અને 450 જેટલા લોકટોળા નો ઉલ્લેખ કરવામાં આવા સાથે 32 આરોપીઓની ધરપકડ કરીને 307 સહિતની વિવધ કલમો હેઠળ કાર્યવાહી હાથધરી હતી. પોલીસ દ્વારા પકડી પાડેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા.
શહેરા તાલુકાના ગોકળપુરા ગામના પૂર્વ સરપંચની હત્યા થયા બાદ પોલીસે ત્રણ માંથી બે આરોપીની ધરપકડ કરી દેવામાં આવી હતી જ્યારે શુક્રવારના રોજ ગોકળપુરાના માજી સરપંચ દિનેશભાઈ બારિયાની લાશનું પીએમ કર્યા બાદ લાશને ગોકળપુરા ખાતે અતિમ સંસ્કાર માટે લઈ જવામા આવી તે સમયે ગોકળપુરા ચોકડી ખાતે પહોચતા ઉપસ્થિત લોકોએ લાશ લઈ જવાની નથી. ભરવાડના ઘરે સ્મશાન વિધી કરવાની છે. આ મામલે ત્યા હાજર પોલીસ અધિકારી દ્વારા કહેવામા આવ્યુ હતું કે, કાયદો હાથમા લેશો નહી. જે રજુઆતો કરવાની હોય તે કરો એકાદ કલાક સુધી સમજાવટની કોશિષ કરી હતી. ત્યારબાદ અચાનક પોલીસ પર થયેલ પથ્થર મારા અને 2 પોલીસ કર્મી શૈલેષ અને રણજીતસિંહ ઘાયલ થતા પોલીસ એકશનમાં આવીને અનેક લોકોની ધરપકડ કરાઇ હતી. પોલીસ મથક ખાતે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. રામસિંહ ભીખુસિંહએ બનેલા બનાવને લઈને ફરિયાદ નોંધાવતા 32 ના નામ જોગ અને 300 થી 450 લોકટોળા તેમજ 307 સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે પોલીસ દ્વારા ઘટના સ્થળ અને આજુબાજુ માંથી 32 લોકોની ધરપકડ કરી દેવામાં આવવા સાથે 19 બાઈકો કબજે લઈને બનેલા બનાવમાં જે કોઈ સામેલ હોય એના સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે પોલીસ દ્વારા પકડી પાડેલા 32 જેટલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગોકળપુરા ચોકડી તેમજ આરોપીના ગામ ઊંજડા ભરવાડ ફળિયામાં બનેલા બનાવને લઈને શુક્રવારની રાત્રી અને શનિવારના દિવસ દરમિયાન પોલીસ બંદોબસ્ત યથાવત રહ્યો હતો. પૂર્વ સરપંચની હત્યા કરનાર એક આરોપી હજુ પણ પોલીસ પકડમાં ના આવીને પોલીસથી ભાગતો ફરી રહ્યો છે. જોકે આરોપીને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો શોધખોળ કરી રહી હતી.