શહેરા-ગોધરા હાઈવે વાધજીપુર ચોકડી પાસે બમ્પ પાસે સેફટી પટ્ટા અને લખાણ મુકાઈ તેવી માંગ

શહેરા, શહેરા ગોધરા હાઇવે ઉપર વાઘજીપુર ચોકડી પાસે બમ્પ મૂક્યા બાદ અહીં સાવચેતીના બોર્ડના અભાવે પાછલા કેટલાક દિવસોથી નાના મોટા અકસ્માતો બન્યા હતા. આ હાઇવે ઉપર સતત વાહનોની અવર જવર રહેવા સાથે અન્ય રાજ્યના પણ વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે. હાઇવે ઉપર બમ્પ ના ચેતવણી બોર્ડ નહી હોવાથી વાહન ચાલકો અચાનક બ્રેક મારતા હોવાથી અમુક સમયે અકસ્માતની ઘટના બનતી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા આ બાબતે કોઈ ગંભીરતા લેવામાં આવી નથી હાલ પણ બમ્પ જ્યાં મૂકવામાં આવ્યા છે. ત્યાં સફેદ પટ્ટા પણ દૂરથી વાહન ચાલકોને ન દેખાતા હોય તેવું વાહન ચાલક રમેશભાઇ એ જણાવ્યું હતું. હાલમાં પણ આ બમ્પ પાસે ઇકો અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત થવા સાથે વાહનને નુકસાન પહોંચ્યું હતું. હાઇવે ઉપર અનેક વખત અકસ્માત સર્જાતો હોય ત્યારે સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા અને આગળ બમ્પ છે, તેવા લખાણ અને ચિન્હ વાળા ચેતવણી બોર્ડ મૂકવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી હતી.