
શહેરા,
શહેરા નગરમાં મહાલક્ષ્મી માતાજીના પૌરાણિક મંદિર ખાતે નવરાત્રીમાં દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. સ્થાનિક જીલ્લા સહિત રાજ્યભર માંથી આવતા ભાવિક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ગૌડ બ્રાહમણ સમાજ દ્વારા મહાલક્ષ્મી ધામ તરીકે નામ આવવામાં આવ્યુ છે. અન્ય દિવસોમાં પણ મંદિર પરિસર માઈ ભક્તોની અવર જવર સાથે ર્માં મહાલક્ષ્મીના જયઘોષ થી ગુંજતુ રહેતુ હોય છે. નવરાત્રીમાં ગરબાની રમઝટ જોવા મળવા સાથે એક હજાર થી વધુ માઈ ભક્તો ગરબે ગુમતા હોય છે.
પંચમહાલ જીલ્લાના શહેરા નગરના નાડા રોડ તરફ જવાના માર્ગ પર મહાલક્ષ્મી માતાજીનું પૌરાણિક મંદિર ખાતે નવરાત્રીમાં દર્શન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. કહેવાય છેકે, આ મંદિર 200 થી વધુ વર્ષ પુરાણુ છે. અહી મંદિરમાં રાજ રાજેશ્ર્વરી ર્માં મહાલક્ષ્મીની આ ચમત્કારીક મૂર્તિ છે. સ્થાનિક જીલ્લા અને રાજ્ય માંથી તેમજ દૂર દૂર થી ર્માં ના દર્શને આવતા ભાવિક ભક્તો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે, પૌરાણિક મંદિર હતું જેનું હાલ ર્જીણોધ્ધાર કરીને અહી બે કરોડ થી વધુના ખર્ચે નવીન મંદિર બનાવામાં આવ્યું છે. અહી મંદિર ખાતે સવાર સાંજ પૂજા અર્ચના થતી હોય છે. નવરાત્રીનું ખાસ મહત્વ રહેવા સાથે આમ, દિવસોમા પણ મંદિરનું પરિસર માઈ ભક્તોની અવર જવર રહેતી હોય છે. ર્માં મહાલક્ષ્મીના જયઘોષ થી વાતાવરણ ભક્તિમય બની જતું હોય છે. મહાલક્ષ્મી ર્માંનીં મૂર્તિના દર્શન કરી ભાવિક ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. જે કઈ મન થી ભાવિક ભક્ત અહી બાધા રાખતા હોય છે. તેઓનીં મનોકામના અહી પૂર્ણ થતી હોય છે. ગોર બ્રાહમણ પંચ દ્વારા મંદિરનો વહીવટ કરવામા આવી રહયો છે. હાલ પ્રમુખ પદે જીજ્ઞેશભાઈ પાઠક છે. ગોર બ્રાહમણ પંચ દ્વારા આ મંદિરનું નામ મહાલક્ષ્મી ધામ પણ આપવામા આવ્યું છે. અહી મંદિર ખાતે દર્શનાથે આવતા ભાવિક ભક્તો ને મહાલક્ષ્મી ર્માં ના દર્શન કરી મનને શાંતિ મળતી હોય છે. હાલ નવરાત્રિ ચાલી રહી છે, અહી મંદિર પરિસરમાં ગરબાની રમઝટ જામી રહી છે. એક હજાર થી વધુ માઈ ભક્તો ગરબે ગુમતા હોય છે. ર્માંની ભક્તિમાં માઈ ભક્તો લીન થઈ જતા હોય છે.