શહેરા હોળી ચકલા વિસ્તારમાં રસ્તા ની વચ્ચેથી પસાર થતી ગટર ઉપરની લોખંડની ચેનલ તૂટી ગયેલ હોવાથી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. જોકે ગટર ઉપરની લોખંડની ચેનલ તુટેલ હોવાથી અમુક વખતે ગટરના ગંદા પાણીના છાંટા વાહન ચાલકો અને રાહદારીઓના કપડા પર ઉડતા પણ હોઇ છે.
શહેરા નગરના હોળી ચકલા વિસ્તારમાં પસાર થતા રસ્તા ઉપર રાહદારીઓની અવર જવર રહેતી હોવા સાથે મુખ્ય બજારો પણ આ વિસ્તારમાં આવેલ છે. રસ્તાની વચ્ચે પસાર થતી ગટર ઉપર પાલિકા દ્વારા બેસાડવામાં આવેલી લોખંડની ચેનલ વચ્ચેથી તૂટી ગયેલ હોવાથી અહીંથી પસાર થતા વાહન ચાલકો ને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ગટર ઉપર લાગેલ લોખંડની ચેનલ તૂટી જવાના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓના અમુક સમયે ગટરના ગંદા પાણીના છાંટા કપડાં પર ઉડતા કપડાં પણ બગાડતા હોય છે.
આ વિસ્તારમાં મહત્વના બજારો આવેલ હોવા સાથે નાડા તરફ જવાનો આ માર્ગ હોવાથી ખાસ કરીને દિવસ અને રાત્રિ દરમિયાન લોકોની અવરજવર રહેતી હોય એના કારણે જાગૃત નાગરિક દ્વારા નગર પાલિકા કચેરી ખાતે મૌખિક રજૂઆત પણ આ બાબતને લઈને કરવામાં આવી હોવાનું જાણવા મળેલ હતુ. પાલિકા સહિતના સબંધિત તંત્ર દ્વારા સતત વાહનોની અવરજવર વાળા રસ્તા ઉપરની ગટર પર લાગેલી તૂટી ગયેલ લોખંડની ચેનલની તાત્કાલિક મરામત કરવામાં આવે કે પછી નવી નાખવામાં આવે તે હાલની પરિસ્થિતિને જોતા અત્યંત જરૂરી લાગી રહ્યુ છે. નગર વિસ્તારમાં પાણી સહિતની સમસ્યાઓ દિન પ્રતિદિન વધતી જતી હોય ત્યારે જાગૃત નાગરિક દ્વારા ગાંધીનગર ખાતે રજૂઆત કરનાર હોવાનું જાણવા મળ્યું હતુ.