- વન વિભાગની કચેરી ખાતે વાહન મુક્ત કરાવવા આવેલા ગોધરાના ત્રણ ઇસમો એ આર.એફ.આ.ે રોહિત પટેલ સાથે ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી.
- પોલીસ સ્ટેશન ખાતે આર.એફ.ઓ. રોહિત પટેલ એ ત્રણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે નવા કાયદા મુજબ ગુનો દાખલ કર્યો.
શહેરા ફોરેસ્ટ કચેરી ખાતે વાહન મુક્ત કરાવવા આવેલા ત્રણ ઇસમો એ આર.એફ.ઓ. રોહિત પટેલ સાથે ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો.
આર. એફ. ઓ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે નવા કાયદા મુજબ ગુનો દાખલ કર્યો હતો.
શહેરા વન વિભાગ દ્વારા થોડા દિવસો પહેલા ખાંડિયા ગામ પાસેથી લાકડા ભરેલી ગાડી પકડી પાડવામાં આવેલ તે વાહન મુક્ત કરાવવા માટે ફોરેસ્ટ કચેરી ખાતે શુક્રવારના રોજ શેહઝાદ ઈબ્રાહીમ મખમલ, યુસુફ મહોમ્મદ મખમલ અને ઈબ્રાહીમ મખમલ આવ્યા હતા.આર.એફ.ઓ. રોહિત પટેલ એ શેહઝાદ ઈબ્રાહીમ મખમલ ને અરજી બાબતે પૂછતા આરોપીઓ ગુસ્સામાં આવી જઈને અપ શબ્દો બોલવા લાગ્યા હતા. શેહઝાદ ઈબ્રાહીમ મખમલ, યુસુફ મહોમ્મદ મખમલ અને ઈબ્રાહીમ મખમલ એ આર.એફ.ઓ. રોહિત પટેલ સાથે ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે કોઈ કેસમાં ફસાઈ દેવાની પણ ધમકી આપી હતી.
જોકે, આ બનેલા બનાવવાની જાણ તાત્કાલિક ફોરેસ્ટ કચેરી ખાતેથી પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ ખાતે પહોંચી જઈને ત્રણ આરોપીઓને પકડીને પોલીસ મથક ખાતે લાવીને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વન વિભાગના આર.એફ.ઓ. રોહિત પટેલ એ આ બનેલા બનાવને ગંભીરતાથી લઈને પોલીસ મથક ખાતે શેહઝાદ ઈબ્રાહીમ મખમલ, યુસુફ મહોમ્મદ મખમલ અને ઈબ્રાહીમ મખમલ સામે કડક કાર્યવાહી થાય તે માટે ફરિયાદ નોંધાઇ હતી. જોકે, તાલુકા વન વિભાગના અધિકારી સાથે ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ત્રણ આરોપીઓ સામે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરશે એતો જોવુંજ બન્યુ છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસરને ધમકી આપનારા ત્રણ આરોપીઓ સામે કડક કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવવી જોઈએ. જેથી આવનારા દિવસોમાં બીજા અન્ય અધિકારીઓ સાથે આ રીતે ના બનાવ બનતા અટકી શકે તો નવાઇ નહી.
શહેરા વન વિભાગના આર.એફ.ઓ. રોહિત પટેલ સાથે તેમની કચેરી ખાતે વાહન મુક્ત કરવા આવેલા ગોધરાના ત્રણ ઈસમો દ્વારા ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, આ બનેલા બનાવને લઈને ફોરેસ્ટ કચેરીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રોહિત પટેલ દ્વારા કડક કાર્યવાહી થાય એ માટે પોલીસ મથકે ત્રણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે નવા કાયદા મુજબ ગુનો દાખલ કર્યો હતો. જ્યારે પોલીસે નવા કાયદાની જોગવાઇ મુજબ ત્રણ આરોપીઓને નોટિસ આપીને મુક્ત કરવામાં આવ્યા હતા. નોટીસ મળ્યાના ત્રણ દિવસમાં આ ત્રણ આરોપીઓએ ગુનાના કામે હાજર થશે જો આરોપીઓ પોલીસ મથક ખાતે હાજર નહીં થાય તો આ સામે પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે એ તો આવનારા દિવસોમાં ખબર પડી જશે તો નવાઈ નહી.