શહેરા ફોરેસ્ટ કચેરીના બહારથી ગેરકાયદેસર પથ્થર ભરીને જતી ટ્રક ઝડપી પાડી

શહેરા ફોરેસ્ટ કચેરીના બહાર થી આર એફ ઓ એ  ગેરકાયદેસર પથ્થર ભરીને જતી ટ્રક ઝડપી પાડી હતી. સફેદ પથ્થર શેખપૂર વિસ્તાર માથી ભરેલ હોવાનુ વન વિભાગ પાસેથી જાણવા મળેલ છે.વન વિભાગે  ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્ય કાયદેસરની કાર્યવાહી હાથધરી  હતી.

શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલ  અમુક જમીનોમાથી  સફેદ ચમકતા પથ્થરો ને ખનીજ વિભાગની મંજૂરી વગર કાઢીને ટ્રકો  મારફતે ગેરકાયદેસર રીતે હેરાફેરી થતી હતી. જ્યારે આ બાબતની માહિતી  નવીન આવેલ આર.એફ.ઓ રોહિત ભાઈ પટેલ ને થઈ હતી. આર.એફ.ઓ રોહિત પટેલ અને તેમની સાથે બીટ ગાડ એન.જી.સોલંકી સહિતનો સ્ટાફ કચેરીની બહાર હાઈવે માર્ગ ઉપર ઉભો ત્યારે સફેદ પથ્થર ભરીને આવતી ટ્રક નંબર GJ 2 X 221 આવી રહી  હતી. તેને ઉભી રખાવી ને  ચાલક પાસે ખનીજ  વહન કરવા માટેના જરૂરી કાગળો માંગતા મળી ના આવ્યા હતા. જેથી નવીન ચાર્જ સંભાળેલ આર.એફ.ઓ રોહિત પટેલ દ્વારા નિયમોનુસાર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથે વનવિભાગની ની પૂછપરછમાં ચાલકે શેખપુર વિસ્તારમાંથી  સફેદ પથ્થર ભરેલ હોવાનું જાણવા મળ્યુ હતુ. તાલુકા પંથકના ખનીજ માફિયાઓ મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરીને સરકારની તિજોરીને નુકસાન પહોંચાડી રહયા છે. ત્યારે સ્થાનિક વનવિભાગ તંત્ર એકમાત્ર ગાડી પકડી ને સંતોષ માનશે કે પછી જંગલ વિસ્તારમાં ખનીજ ચોરી અટકાવવા માટે અસરકારક કાર્યવાહી હાથ ધરશે ખરી ? હાલ તો નવીન આવેલ આર.એફ.ઓ રોહિત પટેલ ગેરકાયદેસર  સફેદ પથ્થર ભરીને જતી ટ્રકને પકડી પાડતા ખનીજ ચોરોમાં અંદર ખાનગી  ફફડાટ ફેલાયો છે.