ગોધરા,પંચમહાલ જિલ્લાના સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા 5 વર્ષમાં તળાવો ઉંડા કરવાથી જિલ્લાના આંતરિયાળ ગામોના તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ થયો છે. શહેરા તાલુકાના ડોકવા તળાવ સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ઉંડુ કરાયુ હતુ. છેલ્લા 25 વર્ષથી તળાવમાં પાણીનો સંગ્રહ થતો ન હતો. છેલ્લા વર્ષે તળાવ ઉંડુ કર્યા બાદ આખા વર્ષ ચાલે તેટલા પાણીના જથ્થાના પાણીનો સંગ્રહ થયો છે. ડોકવા ગામના સરપંચે જણાવ્યુ હતુ ક., આ યોજના અમારા ગામે માટે આર્શિવાદ સમાન બની છે. અમોને 12 મહિના સુધી પાણી ખુટે નહિ તેટલો પાણીનો જથ્થો ભરાયો છે. તેમજ પંચમહાલ જિલ્લાના તળાવો ઉંડા કરાતા તળાવોમાં 2 થી 3 માસ ચાલે તેટલા પાણીને બદલે હવે તળાવોમાં 10 થી 12 માસ ચાલે તેટલુ પાણી ભરાતા આસપાસના જમીનોના પાણીના સ્તર ઉંચા આવ્યા છે.