શહેરા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની ઉપાધ્યક્ષ તરીકે વરણી થતાં કાર્યકરોમાં ખુશી

શહેરા,

શહેરા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડની વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ તરીકેની વરણી કરવામાં આવતા કાર્યાલય ખાતે ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોએ એકબીજાને મોં મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરી હતી. બીજી વખત જેઠાભાઈની વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ તરીકે વરણી કરાઈ તી.

શહેરા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પાછલા 6 ટર્મથી સતત જીત મેળવી ને તાલુકાના વિકાસમાં તેમનો મહત્વનો ફાળો રહેલો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચના બાદ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ તરીકેની વરણી કરવામાં આવતા ભાજપમા અને પ્રજાજનોમાં ભારે ખૂશીની લહેર છવાઇ હતી. કાર્યાલય ખાતે તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ દુધાભાઈ બારીઆ, પી.ડી.સી.બેંક ના ડિરેક્ટર મહેન્દ્ર સિંહ ડાભી, તાલુકા ભાજપ મહામંત્રી સંજયભાઈ બારીયા, નટવર સિંહ રાઠોડ, નગર ભાજપ પ્રમુખ અંબાલાલ વાળંદ અને ઉપપ્રમુખ બિપિન ભાઇ પ્રજાપતિ તેમજ ભાજપ અગ્રણી દિલીપભાઈ મહેરા, રમણભાઈ રાઠોડ , જિલ્લા પંચાયત સદસ્ય ભારતીબેન પટેલ અને ભૂપતસિંહ પટેલ સહિત ભાજપના તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્યો તેમજ સરપંચો અને ભાજપ અગ્રણીઓ એ એકબીજાને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરીને ખુશી વ્યક્ત કરવા સાથે ફટાકડા ફોડતા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લામાં આ વખતની 2022ની વિધાનસભાની ચૂંટણીમાં એક માત્ર વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ તરીકે શહેરા બેઠક ના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ ની વરણી કરવામાં આવતા જેને લઇને જિલ્લાવાસીઓમાં તેમજ ભાજપ કાર્યકરોમાં પણ ભારે ખૂશીની લહેર છવાઈ જવા પામી હતી.