શહેરા, ધારાપુર ગામે ઉછીના આપેલા પૈસા બાબતે કહી ગામના યુવાનને એક વ્યકિતએ જાતિ વિષયક શબ્દો બોલતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવા પામી હતી.
ધારાપુર ગામના ચંદ્રકાંત ધનાભાઈ રોહિત પોતાની પત્નિ અને પિતા સાથે પોતાના ધરે હતા દરમિયાન તેઓના ધર પાસે રહેતા ચંદ્રકાંતના ધર તરફ જઈ ચંદ્રકાંતને ધરની બહાર બોલાવી કહેલ કે,મેં તને તારા લગ્ન વખતે દોઢ લાખ મિત્ર સમજીને આપેલા અને તે મને તેમાંથી 90 હજાર રૂપિયા આપેલા અને હજુ 60 હજાર હજુ સુધી આપતો નથી. અને ખોટા વાયદાઓ કરે છે તેમ કહી ચંદ્રકાંત ઉપર એકદમ ઉશ્કેરાઈ જઈ માં-બહેન સમાણી ગાળો બોલી જાતિ વિષયક શબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો. આ સમગ્ર બાબતે ચંદ્રકાંત રોહિતે શહેરા પોલીસ મથકે મણીલાલ ભરવાડ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી એકટ મુજબ ગુનો નોંઘ્યો હતો.