શહેરા ધાંધલપુર સ્વામિનારાયણ મંદિર ખાતે જેઠાભાઈ ભરવાડનું સંતો અને હરિભકતો દ્વારા સ્વાગત

શહેરા,

શહેરા તાલુકાના ધાંધલપુર ગામના સ્વામિનારાયણ મંદિર ખાતે રાખવામાં આવેલ સન્માન સમારંભમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનું સંતો અને હરિભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

શહેરા તાલુકાના ધાંધલપુર ગામમાં આવેલ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંચાલિત સ્વામિનારાયણ મંદિર ખાતે છઠ્ઠી વખત વિજય થયેલા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડનો સન્માન સમારંભ મંદિરના સંતો દ્વારા રાખવામાં આવ્યો હતો. ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડનું સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શિરોમણી યોગપ્રિય દાસજી સ્વામી, સંત શિરોમણી ઘનશ્યામ સ્વરૂપ દાસજી સ્વામી, સંત હરીપ્રિય દાસજી, દિવ્યનિલય સ્વામી, સ્વામી ધર્મતન્ય તેમજ સ્વામીનારાયણ મંદિરના પૂજારી મંગળસિંહ બારીયા, હરી ભક્ત દુધાભાઈ બારીયા, મંગળભાઈ પટેલ, ભૂપતસિંહ બારીયા સહિત ઉપસ્થિત સંતો અને હરિભક્તો દ્વારા બુકે તેમજ ફુલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહી ઉપસ્થિત બહેનોને માનવસેવા અભિયાન અંતર્ગત ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડના વરદહસ્તે સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ મંદિર ખાતે રાખવામાં આવેલા સન્માન સમારંભમાં સંતો તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહીને ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડને શુભેચ્છાઓ પાઠવી હતી.