શહેરા તાલુકાના ધામણોદ માતરીયા ખાતે ફરિયાદી મત્સ્ય ઉઘોગ ઉછેર કેન્દ્ર ખાતે હાજર હતા ત્યારે ત્રણ આરોપીઓ આવીને તળાવમાંથી મચ્છી કાઢવા દેતા નથી તેમ કહી ગાળો આપી લાકડી વડે હુમલો કરી વર્ના ગાડીની તોડફોડ કરી નુકસાન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા તાલુકાના ધામણોદ માતરીયા ખાતે જશવંતસિંહ માધુસિંહ બારીયા અને કુણાકુમાર બિપીનચંદ્ર પટેલ મત્સ્ય ઉઘોગ ઉછેર કેન્દ્ર ખાતે હાજર હતા ત્યારે આરોપીઓ ભારતભાઈ મનસુખભાઈ માલીવાડ, ભુપતભાઈ ઉર્ફે ભોરીયો ભારતભાઈ માલીવાડ, મુળજીભાઈ ભારતભાઈ માલીવાડ આવ્યા હતા. અને ગાળો આપી આરોતી ભારત એ લાકડી મારી ઈજાઓ પહોંચાડી તેમજ કૃણાલ પટેલની વર્ના ગાડીને આરોપીઓએ તોડફોડ કરી નુકસાન પહોંચાડી મચ્છી નહિ કાઢવા દેતા તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.