શહેરા ના ઉંડારા ગામ તરફ જવાના માર્ગ ઉપરથી પોલીસે 7,54,200 વિદેશી દારૂ ઝડપી પાડયો

શહેરા ના ઉંડારા ગામ તરફ જવાના  માર્ગ ઉપરથી પોલીસે બાતમીના આધારે 407 ટેમ્પા માંથી વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. પોલીસે ચાર લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને બિયર ના જથ્થા સાથે  ટેમ્પો મળીને કુલ રૂપિયા 7,54,200 ના  મુદ્દામાલ સાથે ડ્રાઇવરને ઝડપી પાડયો હતો.

શહેરા તાલુકાના વિસ્તારમાં છૂપી રીતે બુટલેગરો વાહનોમાં દારૂ ની હેરાફેરી કરતા હોવાની માહિતી  પોલીસ ને  મળી હતી. જેને  લઈને જિલ્લાની એલ સી બી પોલીસે ખાનગી માહિતીના આધારે તાલુકાના ઉંડારા તરફ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીના વર્ણન વાળો 407 ટેમ્પો નંબર જીજે.09 વી 1520 ગેલ્વેનાઈઝ પીપળાઓ ભરીને આવતો હતો. તેને  ઊભા રખાવીને પોલીસે ડાલા માં તપાસ કરતા શરૂઆતમાં પોલીસને દારૂ ભરેલ નહી હોવાનું લાગ્યુ હતુ. જ્યારે ગેલ્વેનાઈઝ ના અમુક પીપળામાં બીયર અને દારૂનો જથ્થો તપાસ કરતા મળી આવતા પોલીસ પણ બે ઘડી ચોંકી ઉઠી હતી. એલ. સી. બી પોલીસ એ પકડી પાડેલ  દારૂ અને બિયર ના જથ્થાને  પોલીસ મથક  ખાતે  લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પકડી પાડેલ ટેમ્પાચાલક પૂછપરછ કરતા તેને પોતાનુ નામ દીપક તાજસિંગ ભાઈ ચારેલ રહે. ભગત ફળિયુ સંજેલી જિલ્લો દાહોદ ના હોવા સાથે દારૂ અને બિયરનો જથ્થો ઉપેન્દ્ર ભાઈ કાળુભાઈ ભેદી રહે. ચાચકપુર તાલુકો. સિંગવડ જિલ્લો. દાહોદ ના એ ભરીને આપ્યો હતો.અને  ગોધરા ના ટુવા ફાટક પાસે પહોચાડવાનો હોવાનું જણાવ્યુ હતુ. કોરોના ના કહેર વચ્ચે એલ સી.બી પોલીસે ટેમ્પા માથી રૂપિયા 4,09,200 નો  દારૂ અને બિયરનો જથ્થો સાથે  રૂપિયા ૩ લાખ નો ટેમ્પો તેમજ મોબાઈલ અને ગેલ્વેનાઈઝ ના પીપળા મળીને  કુલ રૂપિયા 7,54,200 ના મુદ્દામાલ સાથે ડ્રાઇવરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટર : તુષાર દરજી