શહેરા,
શહેરા નગર પાલિકા દ્વારા બીજા દિવસે બસ સ્ટેશન થી અણિયાદ ચોકડી વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ શ રહી હતી.પોલીસ બંદોબસ્ત સાથે પાલિકા એ ૩૦થી વધુ દબાણ દૂર કર્યા હતા. જ્યારે પાલિકાના ચીફ ઓફિસર સાથે અમુક દુકાનદારો એ અસભ્ય વર્તન કરતા મામલો પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો.
શહેરા નગર પાલિકા દ્વારા નગર વિસ્તાર માં વધતા જતા દબાણો લઈને નગર પાલિકા એ ૩૩૦જેટલા દબાણકારો ને નોટિસ આપી હતી. નગર પાલિકા એ દબાણ હટાવ ના બીજા દિવસે પણ બસ સ્ટેશન થી સિંધી ચોકડી સહિત અણીયાદ ચોકડી વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે જે.સી.બી ના મદદથી દુકાનોના છજા -પતરા દૂર કરવામાં આવી રહયા હતા.
પાલિકાની દબાણની હટાવની કામગીરી દરમિયાન અમુક દુકાનદારો વિરોધ કરતા નજરે પડી રહયા હતા. પાલિકા ચીફ ઓફિસર અર્જુન સિંહ પટેલની સાથે અમુક દુકાનદારો એ અસભ્ય વર્તન જાહેર મા પોલીસ ની ઉપસ્થિતમા કરવામાં આવતા થોડીવાર માટે મામલો ગરમાયો હતો. પોલીસ દ્વારા તે સમયે ટોળા ને દૂર કરીને દબાણની કામગીરી આગળ વધાવી હતી. પોલીસ મથક ખાતે પાલિકાના ચીફ ઓફિસર અર્જુનસિંહ પટેલ તેઓ ના સ્ટાફના એન્જિનિયર જીગ્નેશ ભાઈ શાહ અને સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ ને સાથે રાખી ને પહોંચી ગયા હતા અને તેઓની સાથે અસભ્ય વર્તન કરનાર દુકાનદારો સહિત અન્ય વ્યક્તિઓ સામે ફરીયાદ નોંધાવવા માટેની તજવીજ હાથધરી હતી. પાલિકાના ચીફ ઓફિસર સાથે થયેલ અસભ્ય વર્તન ને લઈને પાલિકાનો સ્ટાફ પણ આ સામે કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે તેવી માંગ કરી રહયા છે. દબાણ હટાવ ઝુંબેશના બીજો દિવસ પાલિકા અને દુકાનદારોની ચકમક વચ્ચે પૂરો થયો હતો.