શહેરા, શહેરાના અણીયાદ ચોકડી પાસે આવેલ ક્રેડીટ એકસેસ ગ્રામીણ લી.ના બ્રાન્ચ મેનેજર દ્વારા સમયાંતરે લોન ધારકો પાસેથી ડોકયુમેન્ટો મેળવી છેડછાડ કરી 30 જેટલી લોનોના ખોટા ડોકયુમેન્ટ તૈયાર કરી લોનના નાણાં અલગ-અલગ બેંકોના એકાઉન્ટોમાં નાખી 17,17,000/-રૂપીયા અંગત કામે વાપરી નાખવાનો ગુનો શહેરા પોલીસ મથકે નોંધાતા આરોપી રત્નાભાઇ મુળાભાઇ ચમારને ઝડપી પાડયા હતા. આરોપીએ રેગ્યુલર જામીન માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેની સુનાવણી હાથ ધરી રેગ્યુલર જામીન દાખલ કરી હતી. તેની સુનાવણી હાથ ધરી રેગ્યુલર જામીન કોર્ટે નામંજુર કરી.
શહેરા ખાતે આવેલ ક્રેડીટ એકસેસ ગ્રામીણ લી.ના બ્રાન્ચ મેનેજર તરીકે આરોપી રત્નાભાઇ મુળાભાઇ ચમાર (રહે. સલરાલ, ફતેપુરા)એ બ્રાન્ચ ઓફિસમાં મેનેજર તરીકે તા.28/08/2019 થી 27/01/2023 દરમિયાન સમયાંંતરે લોન ધારકો પાસેથી ડોકયુમેન્ટ મેળવ્યા હતા. તે ડોકયુમેન્ટમાં છેડછાડ કરી કુલ 30 જેટલી લોનોના ખોટા ડોકયુમેન્ટ તૈયાર કરી લોનના નાણાં અલગ-અલગ બેન્ક એકાઉન્ટોમાં નાખી તે એકાઉન્ટ ધારકો પાસેથી યેનકેન પ્રકારે વિશ્ર્વાસમાં લઈ રૂા.17,17,000/- કેશ, એટીએમ તથા યુ.પી.આઈ. થી તેમજ અન્ય કોઇ રીતે મેળવી અંગત કામમાં વાપરી નાખી કંપનીનુંં વોલ્વ રજીસ્ટર સાથે તેમજ કંપનીની ઓનલાઈન સીસ્ટમ સાથે ચેડા કરી કંપની સાથે ઠગાઈ કરવાના ઈરાદે ખોટા લોનના દસ્તાવેજો બનાવી તેના સાચા તરીકે ઉપયોગ કરી 127 જેટલા વ્યકિતઓની પણ ખોટી લોનો આરોપીઓ વિજયભાઇ વાધાભાઇ પગી, સુરપાલભાઇ પ્રભાતભાઇ પટેલીયા સાથે મળી ડોકયુમેન્ટ મેળવી વ્યકિતઓની જાણ બહાર લોનો બનાવી કંપની માંથી નાણાં મેળવી પોતાના અંગત કામે વાપરી નાખી કં5નીને રૂા.78,75,512/-થી વધુ નાણાંનું આર્થિક નુકશાન કરી આરોપી વિજયભાઇ વાધાભાઈ પગીનાએ અલગ-અલગ બેન્કના ખાતાધારોકોના ખાતાઓમાં લોન નખાવી રૂા.4,58,260/-થી વધુ નાણાં પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી પોતાના અંગત કામે વાપરી નાખેલ તેમજ આરોપી સુરપાલભાઇ પટેલીયાના ધરે સખી મંંડળ ચાલતું હોય જેથી ગામડાઓની મહિલાઓ પાસેથી લોનને લગતા ડોકયુમેન્ટ મેળવી આરોપી બ્રાન્ચ મેનેજર સુધી પહોંચાડી અલગ-અલગ ખાતામાં લોનના નાણાં નખાવી રૂપીયા યુ.પી.આઈ., કેશ, ચેકથી મેળવી અમુક નાણાં આરોપી રત્નાભાઇ ચમાર આપી તથા રૂા.1,63,173/-થી વધારે નાણાં પોતે વાપરી નાખી આરોપીઓએ ગુનો કર્યાની ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંધાઈ હતી અને પોલીસે તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરાઈ હતી. આરોપી રત્નાભાઇ મુળાભાઇ ચમાર કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી નંં.213/2024 ચોથા એડીશનલ ડીસ્ટ્રીકટ સેશન્સ જજ પી.એ.માલવીયાની કોર્ટમાં દાખલ કરેલ તેની સુનાવણી હાથ ધરાઈ હતી. સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોર એ વિગતવાર દલીલોને ધ્યાને લઈ આરોપી રત્નાભાઇ મુળાભાઇ ચમારની રેગ્યુલર જામીન અરજી કોર્ટ એ નામંજુર કરાઈ.