શહેરા, શહેરા પ્રિન્સીપાલ સીનીયર સિવિલ કોર્ટના કેસ નં.699/2022થી ચાલતો હોય કેશમાં આરોપી દિલીપભાઇ કાંતીભાઇ પટેલ એ તેમના પત્નીને જામીન ઉપર છોડાવવા સમયથી બોગસ રિમાન્ડ ડ્રાફટ એકસીસ બેંકનો કોર્ટમાં રજુ કરવામાં આવેલ તેવુંં ફલિત થતાં આરોપી દિલીપભાઇ કાંતીભાઇ પટેલની પોલીસ કસ્ટડીની જરૂરીયાત ઉભી થયેલ જેથી શહેરા પોલીસ તપાસ અધિકારી દ્વારા આરોપી દિલીપભાઇ કાંતીભાઇ પટેલ જણાતા શહેરા કોર્ટમાં જયુડિશીયલ કસ્ટડી માંંથી 1 દિવસ પોલીસ કસ્ટડીની માંગ કરીતી અરજી કરેલ હતી. તે અરજી જયુડીશીયલ મેજીસ્ટેટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.
શહેરા કોર્ટના હુકમથી નારાજ થઇ શહેરા પોલીસ ઈન્સ્પેકટર આર.કે.રાજપૂત દ્વારા જીલ્લા સરકારી વકિલ રાકેશ એસ.ઠાકોરના સંપર્ક કરી પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ પી.વી.શ્રીવાસ્તવની કોર્ટમાં રીવીઝન અરજી દાખલ કરેલ હતી. જે અરજી પી.વી.શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની દલીલો અને તપાસ અધિકારીના પેપર્સ ધ્યાન લઈ આરોપી દિલીપભાઇ કાંતીભાઇ પટેલના 1 દિવસના પોલીસ કસ્ટડી મંજુર કરવામાં આવી.