શહેરા નગર પાલિકાની ચુંટણી માટે વિજય મૂહર્તમાં બીજેપી માંથી ૧૫ અને અપક્ષ ૮ ફોર્મ ભરાયા

શહેરા,
શહેરા નગર પાલિકાની ચૂંટણી નો માહોલ જામ્યો છે.નગર પાલિકા વિસ્તાર મા આવેલ ૨થી ૬ વોર્ડમાં ભાજપ પક્ષ માંથી ૧૫ અને અપક્ષ માંથી ૮જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ વિજય મૂહુર્તમાં ભર્યા હતા.

શહેરા નગર પાલિકાની ચૂંટણીની તારીખ જાહેર થતા ચૂંટણી લડવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માં દોડધામ મચી જવા પામી હતી. જ્યારે નગર પાલિકાની ચૂંટણી કચેરી ખાતેથી ૧૪૪ જેટલા ઉમેદવારી ફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું. ચૂંટણી ફોર્મ ભરવાની તારીખ નજીક હોવાથી ૧થી ૬ વોર્ડ ની ૨૪ બેઠકો માટે ઉમેદવારો વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવવા માટે પોતાના ટેકેદારો સાથે કચેરી ખાતે આવ્યા હતા. જ્યારે વોર્ડ નંબર ૨ થી ૬ મા ભાજપ પક્ષમાંથી ૧૫ અને અપક્ષ માંથી ૮ મળીને કુલ ૨૩ જેટલા ઉમેદવારોએ વિજય મુહૂર્ત મા ટેકેદારો સાથે આવીને ઉમેદવારી નોંધાવી હતી. વોર્ડ નંબર ૧મા ગુ‚વાર ના રોજ એક પણ ઉમેદવાર એ ઉમેદવારી નોંધાવી ના હતી. કોંગ્રેસ પક્ષ માથી એક પણ ઉમેદવારી નોંધાઈ ના હતી.આ નગર પાલિકા ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ માંથી એક પણ ઉમેદવાર ફોર્મ નહી ભરીને ઉમેદવારી નોંધાવે નહી તેવી ચર્ચા રાજકીય પક્ષો માં જોરશોર થઈ રહી છે.ત્યારે ભાજપ અને અપક્ષ વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે કે શું ? પાલિકાની ચૂંટણી આ વખતની રસાકસી બની રહે તો નવાઈ નહિ.