શહેરા,
આજથી શહેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે ઉમેદવારી ફોર્મનું વિતરણ શ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત માટે ૧૪, તાલુકાપંચાયત માટે ૧૪૮ જ્યારે નગરપાલિકા માટે ૨૯ ફોર્મ વિતરણ કરાયા.
પંચમહાલ જિલ્લાના શહેરામાં આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રસાકસીનો જંગ જામશે તેવી શક્યતાઓ વચ્ચે શહેરા તાલુકામાં જિલ્લા પંચાયતની ૭ બેઠકો, તાલુકા પંચાયતની ૩૦ બેઠકો અને નગરપાલિકા ૨૪ બેઠકોની ચુંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થયા બાદ આજે પ્રથમ દિવસે ચુંટણી લડવા થનગની રહેલા ઉમેદવારોનો ફોર્મ લેવા માટે ધસારો જોવા મળ્યો હતો. જેમાં આજે પ્રથમ દિવસે જિલ્લા પંચાયત માટે ૧૪ ઉમેદવારી ફોર્મ,તાલુકા પંચાયત માટે ૧૪૮ ફોર્મ જ્યારે શહેરા નગરપાલિકા માટે ૨૯ જેટલા ઉમેદવારી ફોર્મનું વિતરણ કરાયું હતું.જોકે પ્રથમ દિવસે શહેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કુલ ૧૯૧ ફોર્મ વિતરણ કરાયા હતા. તો તેની સામે એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયું નથી. જોકે આગામી ૧૩ ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારે હજુ સુધી ભાજપ-કોંગ્રેસમાંથી ઉમેદવારોના નામોની જાહેરાત થઈ નથી.જેને લઈને હજુ ક્યારે ઉમેદવારોના નામ જાહેર થશે તેની રાહ જોવાઇ રહી છે.