શહેરા, શહેરાના ચલાલી ગામના ટાડી ફળિયાના રહેણાંક મકાનમાં કોઈ કારણસર આગ લાગતા ઘરવખરી સહિત અન્ય ચીજ વસ્તુઓ બળી ગઈ હતી. આગ લાગેલ સ્થળની તાલુકા ભાજપ પ્રમુખ મગન પટેલિયા સહિત ભાજપ અગ્રણીઓએ મુલાકાત લીધી હતી.
શહેરા તાલુકાના ચલાલી ગામના ટાડી ફળિયા મા રહેતા નર્મદાબેન બારીયાના ઘર મા અચાનક આગ લાગી હતી. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા. અહી આગ લાગવાની ઘટનાને લઈને આજુબાજુમાં રહેતા લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડને જાણ કરવાની સાથે સ્થાનિક લોકો દ્વારા પાણીનો મારો શરૂ કરી દીધો હતો. આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તેવામાં ફાયર બ્રિગેડ આવી જઇને પાણીનો મારો શરૂ કરતા ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. આગની ઘટનામાં બે બકરા, એક વાછરડી સહિત ઘર વખરી બળીને ખાખ થઈ જતા ઘર માલીક ચિંતિત થવા સાથે આંખ માંથી આંસુ વહેવા માંડ્યા હતા. આ બનેલા બનાવને લઈને તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, હાજાભાઈ ચારણ તેમજ ગામના અગ્રણી રમણભાઈ, તાલુકા ભાજપ મહામંત્રી સંજય બારીયા તેમજ ભાજપ જીલ્લા યુવા મોરચાના મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પટેલ સહિતનાઓ અહીં પહોંચી જઈને પરિસ્થિતિ વાકેફ થઈને નર્મદાબેન બારીયાને બનતી મદદ કરવા સાથે થોડા ઘણા રૂપિયા પણ આપ્યા હતા. ઘર માલિક નર્મદાબેન વિધવા હોવાથી વધતી જતી મોંઘવારી વચ્ચે પોતાનું ઘરનું ગુજરાત ચલાવું મુશ્કેલ રૂપ બની રહ્યું હતું. ત્યારે આ આગની ઘટનામાં ઘરવખરી સહિત અન્ય ચીજ વસ્તુ બળી જતા નર્મદાબેન ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. નર્મદાબેનને મળવાપાત્ર સહાય વહેલી તકે મળે એવા પ્રયત્નો સંબંધિત તંત્ર દ્વારા કરવામાં આવે તો વિધવા નર્મદાબેન બારીયા પોતાના ઘરની મરામત કરાવી શકે તો નવાઈ નહી.