શહેરા બસ સ્ટેશનના નો પાર્કિંગ ઝોન ખાનગી વાહનો ઊભા રાખવા મામલતદાર એ પોલીસને સાથે રાખી વાહનો ડીટેઈન કરાયા

શહેરા,
શહેરા એસ.ટી.બસ સ્ટેશનની અંદર ખાનગી વાહનો ઊભા રાખવા ઉપર પ્રતિબંધ હોય તેમજ નો પાર્કિંગ ઝોન હોવા છતાં ખાનગી વાહનો ગોઠવી દેવામાં આવ્યા હતા. તેની ઉપર શહેરા મામલતદારે પોલીસને સાથે રાખી વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી.

શહેરા એસ.ટી. બસ સ્ટેશનમાં ખાનગી વાહનોના પ્રવેશ અને નો પાર્કિંંગ ઝોન હોવા છતાં બસ સ્ટેશનની અંદર ખાનગી વાહનો ખડકી દેવામાં આવ્યા હતા. આ બાબતે શહેરા મામલતદારને ધ્યાનમાં આવી હતી. આજરોજ શહેરા પોલીસને સાથે રાખી બસ સ્ટેશનમાં ઊભા રાખેલ ખાનગી વાહનો ને ડીટેઈન કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવતાં બસ સ્ટેશનમાંં ખાનગી વાહનો ગોઠવી દેતાં વાહન ધારકોમાં ફફડાટ જોવા મળ્યો છે.

રિપોર્ટર : તુષાર દરજી